Last Updated on March 30, 2021 by
એમવીએએ પશ્ચિમ બંગાળની ચૂંટણી માટેના સ્ટાર- પ્રચારકોમાં જેમની ગણતરી કરી છે એ એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ) ના અધ્યક્ષ શરદ પવાર આગામી સપ્તાહે હોળી પછી તૃણમુલ કોંગ્રેસના પ્રચાર માટે કોલકત્તા જશે. મહારાષ્ટ્ર સરકારમાં કોંગ્રેસ- શિવસેના અને એનસીપીનું જોડાણ રચાયું છે ત્યારે પવાર, કોંગ્રેસ વિરોધી તૃણમૂલ કોંગ્રેસનો પ્રચાર કરશે. પવાર પશ્ચિમ બંગાળમાં જાહેર સભાઓને સંબોધશે અને મમતા બેનરજીને મળશે. અમિત શાહ સાથે શરદ પવાર અને પ્રફૂલ પટેલે ગુજરાતમાં મુલાકાત કરી છે. આ મામલે વિવાદો પણ થઈ ચૂક્યા છે. આમ છતાં તેઓ હવે બંગાળમાં જઈને મમતાની ફેવરમાં પ્રચાર કરવા માટે જશે.
પવારનો પાવર
પવારના ચૂંટણી પ્રચારનો પ્રથમ તબક્કો ત્રણ દિવસનો રહેશે. પશ્ચિમ બંગાળના કોંગ્રેસી નેતા પ્રદીપ ભટ્ટાચાર્ર્યે પવારને પત્ર પાઠવીને તૃણમૂલના પ્રચારમાં નહિ જોડાવા માટે જણાવ્યું છે. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસે, ડાર્બેરી પક્ષો સાથે મોરચો રચીને ચુંટણીમાં ઝૂકાવ્યું છે ત્યારે જો પવાર કોંગ્રેસ વિરોધી તૃણમૂલ કોંગ્રેસનો પ્રચાર કરશે તો મતદારોને ખોટા સંકેત મળશે.
રસપ્રદ બાબત એ છે કે યુપીએ (યુનાઈટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ)ના મોટા ભાગના ઘટક પક્ષો દેશમાં યુપીએનો ઝંડો પકડીને દોડતી કોંગ્રેસના બદલે તૃણમૂલ કોંગ્રેસને ટેકો આપી રહ્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31