GSTV
Gujarat Government Advertisement

શરદ પવારની રાજકીય ભવિષ્યવાણી: ભાજપ ચાર રાજ્યોમાં હારશે, બંગાળમાં ફરી મમતા આવશે

Last Updated on March 15, 2021 by

એનસીપીના અધ્યક્ષ શરદ પવારે 2021ની આગામી વિધાનસભા ચૂંટણીઓના પરિણામ વિશે ભવિષ્યવાણી કરી છે. પાર્ટીના વરિષ્ઠ નેતાએ દાવો કર્યો કેઆસમને બાદ કરતા ભારતીય જનતા પાર્ટી ચારેય રાજ્યોમાં ચૂંટણી હારશે. તેમણે કહ્યું કે પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામથી દેશને એક નવી દિશા મળશે. મહારાષ્ટ્રના બારામતી શહેરમાં પત્રકારો સાથે વાતચીતમાં પવારે ચૂંટણી રાજ્ય પશ્ચિમ બંગાળમાં ભાજપ પર રાજનીતિક શક્તિના દૂરઉપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો.

વિધાનસભા ચૂંટણી માર્ચ-એપ્રિલમાં થવાની છે

પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, અસમ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માર્ચ-એપ્રિલમાં થવાની છે. જ્યારે મતગણતરી 2જી મેના રોજ થશે. તેમણે કહ્યું કે 5 રાજ્યોના ચૂંટણી પરિણામ અંગે આજે વાત કરવું ખોટું છે. કારણ કે જનતા આ વખતે નિર્ણય કરશે. કેરળમાં ડાબેરી પક્ષો અને એક સાથે છે અને અમને ભરોસો છે કે અમને સ્પષ્ટ બહુમત મળશે. પૂર્વ કેન્દ્રીય મંત્રીના જણાવ્યાં મુજબ તમિલનાડુમાં લોકો દ્રમુક ના ચીફ એમ કે સ્ટલિનનું સમર્થન કરશે અને તેઓ સત્તામાં આવશે.

બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર ચૂંટણી બાદ સત્તામાં વાપસી કરશે

એનસીપી પ્રમુખે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં કેન્દ્ર સરકાર સત્તાનો દુરઉપયોગ કરી રહી છે અને એક બહેન પર હુમલો કરવાનો પ્રયત્ન કરી રહી છે. જે રાજ્યના લોકો માટે લડતનો પ્રયત્ન કર છે. મને એ વાતમાં કોઈ શંકા નથી કે મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર ચૂંટણી બાદ સત્તામાં વાપસી કરશે. પવારે કહ્યું કે અન્ય ચૂંટણી રાજ્યોમાં ભાજપે હારનો સામનો કરવો પડશે અને તે ચાર રાજ્યોમાં બીજી પાર્ટીઓ સત્તામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો