GSTV
Gujarat Government Advertisement

મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ: અનિલ દેશમુખનું મંત્રાલય બદલાય તેવી અટકળો, ઉદ્ધવના રાજીનામાની માગણી

ઉદ્ધવ

Last Updated on March 23, 2021 by

મહારાષ્ટ્રના રાજકારણમાં એક પછી એક બની રહેલી ઘટનાઓના કારણે ભારે ઉથલપાથલ સર્જાઈ રહી છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નરના પત્રમાં ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ગંભીર આરોપો લાગ્યા હતા. એ મુદ્દે સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. ભાજપના સાંસદોએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના રાજીનામની માગણી કરી હતી.

મુખ્યમંત્રી ઉદ્ધવ સાથે વાત કર્યા પછી ગૃહમંત્રી અનિલ દેશમુખના રાજીનામા અંગે વિચારાશે : શરદ પવાર

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લાગેલા ગંભીર આરોપો પછી એનસીપીના પ્રમુખ શરદ પવારે મેદાનમાં ઉતરવું પડયું હતું. શરદ પવારે દિલ્હીના નિવાસસ્થાનેથી વીડિયો કોન્ફરન્સ મારફતે પત્રકાર પરિષદ સંબોધી હતી. એ વખતે શરદ પવારે અનિલ દેશમુખનો બચાવ કર્યો હતો. શરદ પવારે દાવો કર્યો હતો કે અનિલ દેશમુખ પર પરમબીર સિંહે જે દિવસ માટેનો આરોપ લગાવ્યો છે તે દિવસે અનિલ દેશમુખ હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેમને કોરોના થયો હોવાથી ૫ ફેબુ્રઆરીથી ૧૫ ફેબુ્રઆરી દરમિયાન હોસ્પિટલમાં દાખલ હતા. અનિલ દેશમુખના રાજીનામા અંગે શરદ પવારે કહ્યું હતું કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કર્યા પછી જ તેનો નિર્ણય લેવાશે.

ઉદ્ધવ

અનિલ દેશમુખનું મંત્રાલય બદલાય તેવી અટકળો

અનિલ દેશમુખ પર લાગેલા આરોપ સંદર્ભે સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. રાજ્યસભાને તો સ્થગિત કરવી પડી હતી. લોકસભા અને રાજ્યસભામાં ભાજપના સાંસદોએ અનિલ દેશમુખના મુદ્દે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના રાજીનામાની માગણી કરી હતી. અનિલ દેશમુખ પર ૧૦૦ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો તે મુદ્દે તપાસ કરવાની માગણી લોકસભામાં થઈ હતી. કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાના સાંસદોએ ઘટનાક્રમનો બચાવ કરીને મહારાષ્ટ્રની સરકારને અસ્થિર કરવાનું ષડયંત્ર ઘડાયું હોવાનો આરોપ ભાજપ સામે લગાવ્યો હતો. મહારાષ્ટ્રમાં મધ્યપ્રદેશ જેવું કરવાની ભાજપની ધારણા છે એવા પણ આક્ષેપો વિપક્ષી સાંસદોએ કર્યા હતા.
બીજી તરફ એવી પણ અટકળો થઈ રહી છે કે અનિલ દેશમુખનું રાજીનામું લેવાને બદલે તેમનું મંત્રાલય બદલી નાખવામાં આવશે. શરદ પવારે જે રીતે સંકેત આપ્યો હતો અને અનિલ દેશમુખનો બચાવ કર્યો હતો એ જોતાં દેશમુખનું રાજીનામુ સ્વીકારાશે નહીં. શરદ પવારે અગાઉ પણ કહ્યું હતું કે આ બાબતે તપાસ થશે.

શિવસેનાના નેતા સંજય રાઉતે પણ એક નિવેદનમાં કહ્યું હતું કે અનિલ દેશમુખનું રાજીનામું લેવાનો કોઈ પ્રશ્ન જ નથી. જો બધાના રાજીનામા લઈએ તો સરકાર ચલાવવાનું મુશ્કેલ થઈ પડશે. સંજય રાઉતે કહ્યું હતું કે શરદ પવારના નિર્દેશ પછી આગળનો નિર્ણય લેવાશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો