GSTV
Gujarat Government Advertisement

ઓહ બાપ રે… / શાહરૂખ ખાને આગામી ફિલ્મ માટે વસુલી તગડી ફી, બન્યો સૌથી મોંઘો એકટર, તેની ફી જાણીને રહી જશો દંગ

Last Updated on March 26, 2021 by

બોલિવૂડના કીંગખાને હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘પઠાન’ને લઈ ચર્ચામાં છે. શાહરુખ હાલમાં આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે અને અનેક ઘાંસૂ એક્શન સીનના વીડિયો પણ વાયરલ થયા છે. ત્યારે હવે શાહરુખ ખાનની આ ફિલ્મની ફીસને લઈને અહેવાલ સામે આવ્યા છે. જે સૌને ચોંકાવી દેશે.

રિપોર્ટ્સ અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે, શાહરુખ ખાને ફિલ્મ ‘પઠાન’માં કામ કરવા માટે મોટી રકમ વસૂલી છે. આ ફીસના કારણે તે બોલિવૂડનો સૌથી મોંઘો એક્ટર બની ગયો છે. આ પહેલા એવી ચર્ચા હતી કે, જો ફિલ્મ રૂપિયા ૧૦૦ કરોડ પણ કમાણી કરશે તો શાહરૂખ એમાંથી રૂપિયા ૪૫ કરોડ મેળવશે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ અને દીપિકા પદુકોણ પણ કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદનું છે.

આ ફિલ્મ યશરાજ બેનરના હેઠળ બની રહી છે. ફિલ્મમાં શાહરૂખનું લુક ચર્ચામાં છે. સલમાન ખાન પણ આ ફિલ્મમાં એક નાનકડા પણ મહત્વના રોલમાં જોવા મળવાનો છે.

ફીસ મામલે તેણે અક્ષય કુમારને પણ પછાડી દીધો છે. હાલમાં અનેક ટ્વિટર યૂઝર્સે દાવો કર્યો છે કે, પઠાણમાં કામ કરવા માટે શાહરુખે 100 કરોડ રૂપિયા ફીસ લીધી છે. જો કે, આટલી તગડી ફીસ બોલિવૂડનો કોઈ સ્ટાર લેતો નથી. એક રિપોર્ટ અનુસાર, શાહરુખ ખાનની આ ફીસ અક્ષય કુમાર અને સલમાન ખાન જેવા એક્ટર્સ કરતા પણ વધારે છે.

જો કે, શાહરુખ ખાનની ફીસને લઈને ફિલ્મ મેકર્સ કે એક્ટર તરફથી કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી. ઓફિસિયલ માહિતી સામે આવ્યા બાદ જ ખબર પડશે કે શાહરુખે આ ફિલ્મ માટે ખરેખર કેટલી ફીસ લીધી છે. શાહરુખ આ ફિલ્મ માટે ખૂબજ મહેનત કરી રહ્યો છે અને તેમાં અનેક ખતરનાક સ્ટન્ટ પણ છે.

દીપિકા અને જોન અબ્રાહમ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે

ફિલ્મમાં શાહરુખ ખાન સિવાય દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન ખાનના પણ કેટલાક સીન્સ હશે. આ ફિલ્મને એક થા ટાઈગર સીરિઝ સાથે પણ જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો