Last Updated on April 5, 2021 by
આજે સપ્તાહના પહેલા કારોબારી દિવસે એટલે કે સોમવારે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું હતું, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 305.03 પોઈન્ટ્સ (0.61%)ના ઘાટ સાથે 49724.80 પર ખુલ્યો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી 80 પોઇન્ટ એટલે કે 0.55% ના ઘટાડા સાથે 14785.40 પર ખુલ્યો હતો. દેશમાં કોરોના વાયરસ સંક્રમણના વધી રહેલા કેસને કારણે રોકાણકારો સતર્ક થઇ ગયા છે જેને કારણે બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
સવારે 10.37 વાગે: બીએસઇનો સેન્સેક્સ 1185.39 પોઇન્ટ નીચે 48844.44 પર હતો. નિફટીની વાત કરીયે તો તે 347.75 પોઇન્ટ નીચે 14519.60 સ્તરે હતો.
સવારે 10.12 કલાકે : સેન્સેક્સ 1045.92 પોઇન્ટ એટલે કે 2.09 પોઇન્ટ ઘટીને 48983.91 પર અને નિફટી 254.70 પોઇન્ટ એટલે કે 1.71 ટકા નીચે 14612.65 સ્તર પર હતો.
આજે 688 શેરોમાં તેજી આવી, 719 શેરોમાં ઘટાડો આવ્યો. તો 107 શેરોમાં કોઈ ફેરફાર ન થયો. ગત નાણાકીય વર્ષમાં બીએસઇના 30 શેરો વાળા સેન્સેક્સમાં 20,040.66 પોઇન્ટ એટલે કે 64%નો વધારો થયો. ઓછા કારોબારી સત્ર વાળા ગત સપ્તાહમાં બીએસઇના 30 શેર વાળા સેન્સેક્સ 1,021.33 પોઇન્ટ અથવા 2 ટકાનો વધારો થયો હતો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31