Last Updated on March 27, 2021 by
વાસ્તવમાં શનિ ન્યાયના દેવતા છે. તેનું કામ જ વ્યક્તિના કર્મના સારા અને ખરાબ વ્યવહારના આધાર ઉપર ન્યાય દેવાનું છે. તેના માટે વ્યક્તિને શનિવારે ઘણી સાવધાની સાથે સદાચારમાં વિતાવવો જોઈએ. આ દિવસે પાંચ ચીજવસ્તુઓનું દેખાવું તે શુભ માનવામાં આવી રહ્યું છે.
ગરીબ વ્યક્તિ : શનિવારની સવારે જો તમને કોઈ ગરીબ વ્યક્તિ કે ભિખારી મળે છે તે શુભ સંકેત છે. તેવામાં તમે તેને જરૂરથી દાન કરો. તેનાથી શનિદેવ ખુશ થાય છે. આ દિવસે ભિખારી કે ગરીબનો અનાદર કરવાથી શનિદેવ નારાજ થઈ જાય છે.
સફાઈ કર્મચારી : શનિવારની સવારે જો તમને કોઈ સફાઈ કર્મચારી દેખાય તો તમે તેને કેટલાક પૈા અને કાળા રંગના કપડાનું દાન કરો. આવુ કરવાથી શનિદેવની કૃપા સદા તમારા ઉપર બનેલી રહેશે.
કાળો શ્વાન : શનિવારના દિવસે જો તમને સવારે કાળો કુતરો જોવા મળે તો તે તમારા માટે ઘણો શુભ માનવામાં આવે છે. શ્વાનને શનિદેવનું વાહન માનવામાં આવે છે. શનિવારે જો તમે કાળા કલરનો શ્વાન જોવા મળે તો તેને તમે તેલ લગાડેલી રોટલી કે પછી બિસ્કીટ વગેરે જરૂરથી ખવડાવો.
લંગડો દાન લેનારો : શનિદેવનો પગ નબળો છે. તેના માટે શનિનું દાન લેનારો લંગડો વ્યક્તિ જોવા મળે તો તેને શુભ માનવામાં આવે છે. વ્યક્તિને એક કાંસાના વાટકામાં તલનું તેલ ભરીને તેમાં પોતાનું મુખ જોઈને અને કાળા કપડામાં કાળા અદડ, સવા કિલો અનાજ, બે લાડવા, ફળ, કાળો કોલસો અને લોખંડનું દાન દેવું જોઈએ.
કાળી ગાય : શનિવારે કાળી ગાય જોવા મળે તો તેને શુભ માનવામાં આવે છે. લોટવાળી બે રોટી લઈને તેના ઉપર તેલ અને બીજા ઉપર શુદ્ધ ઘી લગાવો. તેલવાળી રોટલી ઉપર થોડુ મિષ્ટાન રાખીને કાળી ગાયને ખવડાવો. તેનાથી શનિદેવ ખુશ થાય છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31