GSTV
Gujarat Government Advertisement

નવી ટેકનોલોજી / ઊંચા અવાજથી ગીતો ગાતાં ગાતાં 3 મીનિટમાં થઈ જશે કોરોના ટેસ્ટ, નાક અને ગળામાં સળીના દર્દથી મળી જશે છૂટકારો

Last Updated on March 6, 2021 by

કોરોનાની નાકમાં સળી નાખવાની કોવિડ પરીક્ષણની પીડાદાયક રીતથી હવે છૂટકારો મળી જશે. નેધરલેન્ડના વૈજ્ઞાનિકોએ કોરોનાની તપાસ કરવાની નવી રીત શોધી કાઢી છે, જે જૂની પદ્ધતિ કરતા સાવ જુદી અને ઝડપી છે. નવી રીતે કોરોના પરીક્ષણ કરાવવા માટે તમારે ફક્ત કેબીનમાં મોટેથી ગાવાનું રહેશે અને તમારું પરીક્ષણ કરવામાં આવશે. હવે તમારા નાક અને મોંમાંથી નમૂના લેવાની જરૂર નથી.

CORONA TESTING

આ રીતે કોરોના પરીક્ષણ કરવામાં આવશે

તમને જણાવી દઈએ કે કોરોના ટેસ્ટમાં ચીસો પાડવાની નવી અને સરળ પદ્ધતિ શોધનારા વૈજ્ઞાનિકનું નામ પીટર વાન વીસ છે. પીટરના જણાવ્યા અનુસાર, વ્યક્તિએ કોરોના વાયરસ પરીક્ષણ માટે એરટાઈટ કેબિનમાં બૂમો પાડવી પડશે કે ગાવું પડશે. એક ઇન્ડસ્ટ્રીયલ એયર પ્યૂરિફાયર મોંમાંથી નીકળેવા પાર્ટીકલ્સને ભેગા કરી લેશે. જેનો ઉપયોગ કોરોના વાયરસને ચકાસવા માટે કરાશે.

ચીસો પાડવા પર તેના મોંમાંથી 10,000 કણો બહાર આવે

વૈજ્ઞાનિક પીટરે કહ્યું, “જો કોઈ વ્યક્તિ ચેપગ્રસ્ત છે, તો ચીસો પાડવા પર તેના મોંમાંથી 10,000 કણો બહાર આવે છે. આ કણોમાંથી કોરોના વાયરસનું પરીક્ષણ કરવામાં આવે છે.  વૈજ્ઞાનિક પીટરે નેધરલેન્ડ્સના એમ્સ્ટરડેમમાં કોરોના પરીક્ષણ કેન્દ્ર નજીક પોતાનું મથક ઉભું કર્યું છે. જ્યાં બૂમરાણ અને ગીત ગાવા દ્વારા કોરોના તપાસ કરવામાં આવી રહી છે.

આ પદ્ધતિ ખૂબ જ સરળ

બૂમ પાડીને અથવા ગાઇને કોરોનાની તપાસ કરાવનારા સોરોયાએ કહ્યું કે આ પદ્ધતિ ખૂબ જ સરળ છે. તેમાં કોઈ દુખ થતું નથી. જ્યારે કોઈ તમને જોઈ ન રહ્યું હોય ત્યારે રાડ પાડવી ખૂબ સરસ લાગે છે. મારો અહેવાલ કોરોના પરીક્ષણમાં નકારાત્મક આવ્યો છે.

કોરોના પરીક્ષણમાં ફક્ત આટલો લાગે છે સમય 

વૈજ્ઞાનિક પીટરે કહ્યું કે કોરોના પરીક્ષાની આ પ્રક્રિયામાં 3 મિનિટનો સમય લાગે છે. નમૂનામાં કોરોના વાયરસની હાજરીની તપાસ નેનોમીટર-સ્કેલ કદ બદલવાના ઉપકરણની મદદથી કરવામાં આવે છે.

 દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો