Last Updated on March 27, 2021 by
સુપ્રીમ કોર્ટએ પહેલી એપ્રિલથી ઇશ્યુ થનારા ચૂંટણી બોન્ડ્સ પર પ્રતિબંધ લગાવવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ યોજના વર્ષ 2018માં લાગુ થઈ છે અને હાલમાં પણ ચાલી રહી છે. સાથે-સાથે તેની સુરક્ષા માટે પણ તમામ ઉપાય કરવામાં આવ્યા છે. તેની સાથે જ કોર્ટે આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલા, ચૂંટણી બોન્ડ્સના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે.
કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચએ કહ્યું કે, તેઓ ચૂંટણી બોન્ડ યોજનાનું સમર્થન કરે છે કારણ કે જો આવું નહીં થાય તો રાજકીય પાર્ટીઓને ફંડ કેશમાં મળશે. જોકે ચૂંટણી પંચે કહ્યું કે તેઓ આ પ્રક્રિયામાં પારદર્શક્તા લાવવાની જરૂર છે.
ચૂંટણી બોન્ડ્સ પર પ્રતિબંધની માંગ
ચૂંટણી અને રાજકીય સુધારાઓના ક્ષેત્રે કામ કરનારી બિન-સરકારી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ 1 એપ્રિલ અને 10 એપ્રિલની વચ્ચે નક્કી કરવામાં આવેલા ચૂંટણી બોન્ડ્સનાં વેચાણ પર વચગાળાનાં પ્રતિબંધ લગાવવાની માંગ કરતાં કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
સુપ્રીમ કોર્ટમાં ADR તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે, ચૂંટણી બોન્ડ્સ સત્તાધારી પાર્ટીને ફંડના નામે લાંચ આપીને કામ કરાવવાનો માર્ગ બની ગયો છે. તેની પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે હંમેશા આ લાંચ માત્ર સત્તાધારી પાર્ટીને જ નથી મળતી પરંતુ તેમને પણ મળે છે જેમની સરકાર ભવિષ્યમાં આવવાની શક્યતા વધારે રહે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31