GSTV
Gujarat Government Advertisement

આયુર્વેદના ડૉક્ટર્સને સર્જરી કરવાની મંજૂરી આપવા વિરુદ્ઘ IMAની અરજી પર સુપ્રીમની કેન્દ્રને નોટિસ

Last Updated on March 15, 2021 by

આયુર્વેદના ડૉક્ટર્સને સર્જરી કરવાની મંજૂરી આપવા વિરુદ્ઘ IMA ની અરજી પર સુપ્રીમે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. ભારતીય ચિકિત્સા કેન્દ્રીય પરિષદ દ્વારા આયુર્વેદથી માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરનારા ડૉક્ટર્સને સર્જરી કરવાની મંજૂરી આપવાના આદેશ વિરુદ્ધ IMA ની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.

ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ એ.એસ.બોપન્ના અને જસ્ટિસ વી.રામસુબ્રમણ્યનની બેન્ચે આયુષ મંત્રાલય, સીસીઆઈએમ અને રાષ્ટ્રીય ચિકિત્સા આયોગને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. અરજીમાં IMA દ્વારા સુપ્રીમને અપીલ કરવામાં આવી છે કે, ‘આયુર્વેદના ડૉક્ટર્સને સર્જરી કરવા મંજૂરી આપતા સુધારા/નિયમોને ફગાવી દેવા જોઈએ.’

આયોગ પાસે અભ્યાસક્રમમાં એલોપેથીને શામેલ કરવાનો અધિકાર નથી – અરજી

આ અરજીમાં જણાવવામાં આવ્યું કે, ‘આયોગ પાસે અભ્યાસક્રમમાં એલોપેથીને શામેલ કરવાનો અધિકાર નથી. ભારતીય ચિકિત્સા કેન્દ્રીય પરિષદ નિયમ, 2016માં સંશોધન કરી 39 સામાન્ય સર્જરી તથા આંખ-કાન-નાક અને ગળા સંબંધિત 19 સર્જરીની મંજૂરી આપવામાં આવી હતી.’

સુપ્રીમ કોર્ટ

IMA સાથે સંકળાયેલા ડૉકટરોનો વિરોધ

તમને જણાવી દઇએ કે ઘણાં લાંબા સમયથી IMA સાથે સંકળાયેલા ડૉકટરો આ અંગેનો વિરોધ કરી રહ્યાં છે, હડતાળ પણ કરી રહ્યાં છે. ત્યારે સુપ્રીમ કોર્ટે હવે તમામ પક્ષોને આ અંગેના જવાબ દાખલ કરવા માટે યોગ્ય સમય આપ્યો છે. આ અંગે સરકારનું પ્રતિનિધિત્વ કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, ‘અમે જવાબ દાખલ કરીશું.’ મેડિકલ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા વતી સોલિસિટર જનરલે કહ્યું કે, ‘સર્જરીને વર્ષ 2016થી મંજૂરી આપવામાં આવી છે.’

આયુર્વેદ એસોસિએશનનું પ્રતિનિધિત્વ કરી રહેલાં વી.કે બિજુએ કોર્ટમાં કહ્યું કે, ‘આ અરજી આયુર્વેદનું અપમાન છે. આયુર્વેદનો ઇતિહાસ જાણ્યા વિના તમે આવું ના કહી શકો. સર્જરી એ આયુર્વેદનો જ એક ભાગ રહ્યો છે. 1991, 1996 અને 2016 ના કોર્ટના નિર્ણયોએ પણ આ સ્વીકાર્યું છે.’

તમને જણાવી દઈએ કે, આયુષ મંત્રાલય અંતર્ગત સેન્ટ્રલ કાઉન્સિલ ઑફ ઈન્ડિયન મેડિસિન (સીસીઆઈએમ) એ 20 નવેમ્બર 2020ના રોજ એક જાહેરનામું બહાર પાડ્યું હતું, જે અંતર્ગત એવું કહેવામાં આવ્યું હતું કે, આયુર્વેદના ડૉકટરો પણ હવે આંખ, નાક, કાન સાથે સામાન્ય અને ઓર્થોપેડિક સર્જરી પણ કરી શકશે.’

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો