GSTV
Gujarat Government Advertisement

જલ્દી કરો / આ બેંક ખરીદી પર આપી રહી છે 50 ટકાની છૂટ, જાણો કઇ છે છેલ્લી તારીખ

Last Updated on April 5, 2021 by

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ગ્રાહકો માટે યોનો શૉપિંગ કાર્નિવલ લઇને આવી છે. બેંકની આ ઓફરમાં ગ્રાહકોને સસ્તામાં શૉપિંગ કરવાની તક મળશે. આ કાર્નિવલ 4 એપ્રિલથી શરૂ થઇ 7 એપ્રિલ સુધી ચાલશે. ગ્રાહકોને એસબીઆઈની બેંકિંગ સર્વિસ અને યોનો પ્લેટફોર્મ પર ખરીદી કરવા પર ગ્રાહકોને છૂટનો લાભ મળશે. આ ઉપરાંત કેશબેકની પણ સુવિધા આપવામાં આવશે.

બેંકે આ ઓફરને યોનો સુપર સેવિંગ ડેઝ (YONO Super Saving Days) નામ આપ્યું છે. એસબીઆઈએ જણાવ્યું છે કે માર્ચ 2021ના રોજ આયોજિત શૉપિંગ કાર્નિવલની બીજી આવૃત્તિમાં ગ્રાહકો પાસેથી ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો હતો, જેના કારણે બેંક ત્રીજી આવૃત્તિ લઇને આવી છે.

માર્ચની આવૃત્તિને શાનદાર રિસ્પોન્સ મળ્યો

ઉલ્લેખનીય છે કે માર્ચનું કાર્નિવલ 4થી 7 માર્ચ 2021 વચ્ચે આયોજિત કરાયું હતું. કાર્નિવલમાં ટ્રાન્જેક્શનમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. એસબીઆઈ તેના ગ્રાહકોને પેમેન્ટ કરવા પર પણ શાનદાર ઓફર આપે છે.

જો તમે યોનો એસબીઆઈ એપ પર યૂપીઆઈ (UPI) દ્વારા પેમેન્ટ કરો છો, તો તમને કેશબેક રિવોર્ડની સુવિધા મળશે.

50 ટકા સુધી છૂટ મળશે

ઉલ્લેખનીય છે કે સેલમાં ગ્રાહકોને 50 ટકા સુધીની છૂટ મળશે. બેંકે આ સેલમાં મોટા-મોટા બ્રાન્ડ્સ સાથે ટાઈઅપ કર્યું છે. તેમાં અમેઝોન, અપોલો 24*7, ઓયો અને @હોમ જેવી કંપનીઓ સામેલ છે.

કઇ કેટેગરીમાં મળશે છૂટ

ઉલ્લેખનીય છે કે જો ગ્રાહક હેલ્થ સાથે જોડાયેલી કોઈ ખરીદી કરે છે અથવા હોટલ બુકિંગ, ફ્લાઇટ બુકિંગ કરે છે, તો ગ્રાહકોને 50 ટકાની છૂટ મળશે. તે સિવાય અમેઝોનની કેટલીક કેટેગરીમાંથી ખરીદી કરવા પર 10 ટકા વધારાનો કેશબેક પણ મળશે.

કેટલા ગ્રાહકોને લાભ મળશે

યોનો શોપિંગ કાર્નિવલનો લાભ દેશના અંદાજે 3.6 કરોડ ગ્રાહકો લઇ શકશે. યોનોના ગ્રાહકોને ઓફરનો લાભ મળશે.

Also Read

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો