Last Updated on April 1, 2021 by
એસબીઆઈએ (SBI)ડીજીટલ ટ્રાન્ઝેક્શનમાં જે રેકોર્ડ બનાવ્યો છે તેમાં તેની યોનો એપનું ખુબ જ મોટુ યોગદાન છે. આંકડાઓ પર નજર કરીએ તો યોનો થકી લગભગ 10 લાખથી વધુ પર્સનલ લોન આપવામાં આવી છે. દેશની સૌથી મોટી બેંક એસબીઆઈના (SBI)ગ્રાહકો માટે એક ખાસ ખબર છે. આજે દિવસમાં સાડા ત્રણ કલાક તમે એસબીઆઈના ઇન્ટરનેટ બેંકીંગનો ઉપયોગ નહી કરી શકો. ઇન્ટરનેટ બેંકીંગ, યોનો એપ અને યોનો લાઇટ એપની સુવિધા આજે સાડા ત્રણ કલાક કામ નહી કરે. એસબીઆઈએ ટ્વીટ કરીને આ બાબતે જાણકારી આપી છે જેથી બાકીના સમયમાં લોકો પોતાનું કામ કરી શકે. એસબીઆઈએ કરેલી ટ્વીટ મુતાબીક એક એપ્રીલના રોજ બપોરે 2:10 થી સાંજે 5:40 સુધી ગ્રાહક ઇન્ટરનેટ બેંકીંગ, યોનો એપ અને યોનો લાઇટ એપનો ઉપયોગ કરી શકશે નહી.
બેંકે ટ્વીટ કરીને આપી જાણકારી
આ બાબતે બેંક તરફથી જણાવવામાં આવ્યુ છે કે આ સમય દરમીયાન ઓનલાઇન બેંકીંગ સીસ્ટમને અપગ્રેડ કરવામાં આવશે. એસબીઆઈએ ટ્વીટ કરી છે કે, “અમે અમારા માનનીય ગ્રાહકોને અનુરોધ કરીએ છીએ કે અમે તેમને એક ઉત્કૃષ્ટ બેંકીંગ અનુભવ આપવા માટે અમારા બેંકીંગ પ્લેટફોર્મને અપગ્રેડ કરી રહ્યા છીએ. અસુવીધા માટે ખેદ છે.”
આ એપમાં સમારકામ કરવામાં આવશે
આપને જણાવી દઈએ કે એસબીઆઈ પોતાના ગ્રાહકોને ડીજીટલ પેમેન્ટને લગતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં મોખરે રહ્યુ છે. ગ્રાહકોને કોઈ અસુવીધા ન થાય તે માટે સમયાંતરે બેંક તરફથી સમારકામ કરવામાં આવે છે. તે જ રીતે આ ગુરૂવારે પણ અપગ્રેડેશનનું કામ થવા જઈ રહ્યુ છે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના કુલ યુઝર બેઝ 13.5 કરોડના છે. બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે એસબીઆઈએ ડીઝીટલ પ્લેટફોર્મ થકી 636 કરોડનું ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કર્યુ હતુ. તેમજ આ પ્લેટફોર્મ થકી લગભગ 64 કરોડ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. ઇ-પેમેન્ટ કરવામાં એસબીઆઇએ ઘણી વખત અન્ય બેંકોને પાછડ રાખી છે.
આ એપ થકી એસબીઆઈએ કરોડોની લોન આપી છે.
એસબીઆઈએ ડીજીટલ ટ્રાન્ઝેક્શનમાં જે રેકોર્ડ બનાવ્યો છે તેમાં તેની યોનો એપનું મોટુ યોગદાન છે. આંકડાઓ પ્રમાણે આ એપ થકી બેંકે લગભગ દસ લાખથી વધુ પર્સનલ લોન આપી છે. આ એપ થકી બેંકે 15,996 કરોડ રૂપિયાની લોન આપી છે. વળી આ બેંક થકી ખેડૂતોને પણ મોટા પ્રમાણમાં લોન આપવામાં આવી છે. યોનો કૃષી થકી એસબીઆઇએ ચાલુ નાણાકીય વર્ષ 2020-21ના ત્રીજા ત્રીમાસીકમાં 12035 કરોડ રૂપિયાની 7.85 લાખ એગ્રી ગોલ્ડ લોન પાસ કરી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31