GSTV
Gujarat Government Advertisement

કામનું/ SBIની આ સ્કીમમાં દર મહિને જમા કરો ફક્ત 1 હજાર રૂપિયા, મળશે આવું શાનદાર રિટર્ન

Last Updated on February 24, 2021 by

દેશના સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા આપને એક એવો મોકો આપી રહી છે જેમાં રોકાણ કરીને સારું રીટર્ન મેળવીશકે છે. ખાસ વાત તો એ છે કે એસબીઆઈની આ સ્કીમમાં સાવ નાનું અર્થાત 1 હજાર રૂપિયાનું દર મહિને રોકાણ કરીને તમે 1 લાખ 59 હજાર રૂપિયાનું રિટર્ન મળી શકે છે.

આરડી સ્કીમ પર 3થી 5 વર્ષની અવધિમાં 5.3 ટકા વાર્ષિક વ્યાજ

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પોતાના ગ્રાહકોને સારા વ્યાજદરની ઓફર કરે છે. એસબીઆઈના અધિકારીક વેબસાઈટ SBI.CO.IN મુજબ પોતાની આરડી સ્કીમ પર 3થી 5 વર્ષની અવધિમાં 5.3 ટકા વાર્ષિક વ્યાજ આપી રહી છે. આ નહીં પરંતુ જો તમારી આરડી સ્કીમમાં 5 વર્ષ થી વધારે ની છે. તો એસબીઆઈ તમને 5.4 ટકા દરથી વ્યાજની ચૂકવણી કરે છે.

વરિષ્ઠ નાગરીકોને એસબીઆઈ 6.2 ટકાના દરથી વ્યાજ દેશે

જો કોઈ વરિષ્ઠ નાગરીક આરડી સ્કીમમાં રોકાણ કરે છે. તો બેંક તેમને .80 ટકા ના દરથી વધારે વ્યાજ આપે છે. અર્થાત 5 વર્ષથી અધિક આરડી પર વરિષ્ઠ નાગરીકોને એસબીઆઈ 6.2 ટકાના દરથી વ્યાજ દેશે. એસબીઆઈ કેલ્ક્યુલેટર મુજબ જો તમે 60 વર્ષ થી ઓછી ઉંમરના છો અને 1 હજાર રૂપિયા દર મહિનાના હિસાબે 120 મહિના સુધી જમા કરો છો તો તમને 5.4 ટકાના દરે 10 વર્ષમાં 1.59 લાખ રૂપિયા મળશે.

સમયથી પહેલા પેમેન્ટ નહીં કરી રહ્યા તો એસબીઆઈ પેનલ્ટી પણ લગાવે

જો તમે આરડી લીધી છે અને સમયથી પહેલા પેમેન્ટ નહીં કરી રહ્યા તો એસબીઆઈ પેનલ્ટી પણ લગાવે છે. 5 વર્ષથી ઓછી અવધી પર આરડી પર 1.5 રૂપિયા 1000 રૂપિયાના હિસાબે પેનલ્ટી ચાર્જ કરવામાં આવે છે. 5 વર્ષથી ઉપરની આરડી પર 2 રૂપિયા પ્રતિ 100 રૂપિયા પર ચાર્જ કરવામાં આવશે. અર્થાત 1000 રૂપિયા પર 20 રૂપિયા. જો 6 મહિના સુધી સતત પૈસા જમા ન કરે. તો એસબીઆઈ તે સ્કીમને બંધ કરી દેશે અને તમામ પૈસા તમારા બચત ખાતામાં જ મોકલી દેશે. જો 3થી 4 વખત પૈસા સમર પર જમા ન કરાયા તો બેંક 10 રૂપિયા પેનલ્ટી પણ લગાવશે. જે સર્વિસ ચાર્જના રૂપમાં વસૂલાશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો