GSTV
Gujarat Government Advertisement

મોદી સરકારે આપી ગેરેન્ટી, બેંક ડુબશે તો પણ 90 દિવસમાં પરત મળી જશે તમારા પૈસા, જાણો શું છે તૈયારી

Last Updated on March 17, 2021 by

તમે નોકરી કરી રહ્યાં છો કે વ્યવસાય કરી રહ્યા છો કે પછી ખેતી કરી રહ્યાં છો. સામાન્ય માણસ માટે બચત કરવી જરૂરી બની ગઈ છે. બચતની રકમનું રોકાણ કરવું પણ એટલું જ જરૂરી બની ગયું છે. તેનાથી સારૂ રિટર્ન મેળવી શકાય અને તમારી રકમને વધારી શકાય અને મોટી રકમમાં ફેરવી શકાય. અચાનક જરૂરત પડે ત્યારે આ રકમ આપણને કામ આવશે.

તમે પણ બેંકોમાં રોકાણ કરી રાખ્યું હશે. બચત ખાતું ખોલાવી રાખ્યું હશે. એફડી કરાવી હશે કે પછી અન્ય યોજનામાં રોકાણ કર્યું હશે. બેંકોમાં પોતાની કેટલી રકમ જમા કરાવી રાખી છે. પાછલા કેટલાક વર્ષોમાં સામે આવેલા બેંક ગોટાળામાં નાદારીના સમાચારો સામે આવી રહ્યાં છે. શું તમને પણ ભય સતાવી રહ્યો છે કે બેંકમાં રાખેલી તમારી રકમ ક્યાંક ડુબી તો નહીં જાય ને ? ચિંતા તો થશે. બેંક ડુબી જશે તો તમારા જમા કરાવેલા રૂપિયાનું શું થશે ? તમારી મહેનતની કમાણી તમને મળશે કે નહીં. તેવામાં તમામ સવાલો મનમાં ઉઠવા લાગે છે. પરંતુ ચિંતા કરવાની કોઈ વાત નથી. બેંકમાં જમા તમારા પૈસા એક નિશ્ચત સમય સુધી સુરક્ષિત રહેશે. મંગળવારના રોજ કેન્દ્ર સરકારે આ અંગે સ્પષ્ટ કરી દીધું છે.

કેન્દ્ર સરકારે શું ગેરેન્ટી આપી છે ?

સંસદમાં કેન્દ્ર સરકાર તરફથી જણાવવામાં આવ્યું હતું કે, જે બેંકમાં તમારા પૈસા જમા છે અને તે ડુબી રહ્યાં તે તો તમારા એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા માટે મનાઈ કરી દેવામાં આવી છે તો ચિંતાની વાત નથી. તમારા પાંચ લાખ રૂપિયા સુધીની જમા રકમ સુરક્ષિત રહેશે. આ રકમ 90 દિવસ એટલે કે આશરે 3 મહિનામાં પરત મળી જશે. સરકાર DICGC એક્ટમાં ફેરફાર કરવાની તૈયારીમાં છે. તેવામાં એવી વ્યવસ્થા કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. DICGC એટલે કે ડિપોઝીટ ઈન્શ્યોરન્સ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન. આ રિઝર્વ બેંક હેઠળ આવેલું એક નિગમ છે. જેમાં નિક્ષેપ વિમો અને પ્રત્યય ગેરેન્ટી નિગમ કહેવામાં આવે છે.

બજેટ 2021માં વધારવામાં આવ્યું હતું બેંક કવર

DICGC એક્ટમાં સરકાર જે ફેરફારની તૈયારીમાં છે તેમાં ડિપોઝિટરને મોટી રાહત થશે. બેંકોમાં પોતાની મહેનતની કમાણીમાંથી બચાવીને પૈસા જમા કરાવનારા લોકો નિશ્ચિત સમયમાં તેને રૂપિયા મળી જશે. બેંક ડુબવાની સ્થિતિમાં તેને રૂપિયા 5 લાખ સુધીની રકમ 90 દિવસોમાં પરત મળી જશે. નાણા મંત્રી નિર્મલા સિતારમણે બજેટ 2021માં બેંક કવર વધારવાની જાહેરાત કરી હતી. જે પ્રમાણે DICGC એક્ટ હેઠળ બેંકોમાં જમા 1 લાખની જગ્યાએ હવે 5 લાખ સુધીની રકમ ઈન્શ્યોર્ડ એટલે સુરક્ષિત રહેશે. જો બેંક ડુબે છે તો DICGCના કવર પ્રમાણે જમાકર્તાને તેના પૈસા નિશ્ચિત કરેલા સમયમાં મળી જશે.

બેંકોના ગોટાળાના કારણે કરાયો નિર્ણય

કેન્દ્રીય નાણા મંત્રીએ બજેટમાં બેંક કવર વધારવા સંબંધીત આ જાહેરાત પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંકમાં થયેલા ફ્રોડ બાદ કર્યો હતો. તે વચ્ચે નાણાકીય સંકટમાં ફસાયેલી યસબેંકે પણ બેંકોમાં દરરોજ ઉપાડ ઉપર લિમિટ લગાવી દીધી હતી.

ક્યારેક 30 હજાર સુધીની જ ગેરેન્ટી હતી

રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે મે 1993 પહેલા ડિપોઝિટરને બેંક ડુબવાની પરિસ્થિતિઓમાં તેના ખાતામાં જમા રહેલા રૂપિયામાંથી 30 હજાર રૂપિયા જ પરત કરવાની ગેરેન્ટી મળતી હતી. વર્ષ 1992માં એક સિક્યોરીટી સ્કેમના કારણે તેમાં ફેરફાર કરવામાં આવ્યો. ત્યારે બેંક ઓફ કરાડ નાદાર બન્યા બાદ ઈન્શ્યોર્ડ ડિપોઝીટની રકમની સીમા વધારી એક લાખ રૂપિયા સુધીની કરી દેવામાં આવી હતી.

હવે પાંચ લાખ રૂપિયા સુધીની રકમની સુરક્ષાની ગેરેન્ટી

વર્ષ 2011માં આવેલી રિઝર્વ બેંકની કમિટિ ઓન કસ્ટમર સર્વિસ ઈન બેંક્સના રિપોર્ટમાં બેંક ડિપોઝીટના સિક્યોરિટિ કવરને વધારીને 5 લાખ રૂપિયા કરવાનું સૂચન આપ્યું હતું. જેને સરકારે હવે માન્યું છે. DICGC રિઝર્વ બેંક હેઠળ આવતું એક નિગમ છે. જે બેંકોમાં સેવિંગ, કરંટ, રિકરીંગ એકાઉન્ટ કે પછી ફિક્સડ ડિપોઝિટ જેવી સ્કિમમાં જમા 5 લાખ રૂપિયા સુધીની રકમ સુરક્ષિત રાખે છે. જો કોઈ બેંક ડિફોલ્ટર થાય છે તો તેને દરેક ડિપોઝિટરની મુળ રકમ અને વ્યાજ મળીને 5 લાખ રૂપિયા સુધીની રકમ DICGC ચુકવશે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો