Last Updated on February 25, 2021 by
સ્મોલ સેવિંગ્સ ઉપરાંત બેંકોની એવી કેટલીક સ્કીમ હોય છે. જેમાં પૈસા લગાવીને સારુ એવુ રીટર્ન પ્રાપ્ત કરી શકો છો. હાલમાં જ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ એક એવી યોજનાની શરૂઆત કરી છે જેમાં એકમ પૈસા લગાવીને દર મહિને કમાણી કરી શકાય છે. જે લોકો પોતાના રોકાણ પર દર મહિને નફાના રૂપમાં રાશિ ઈચ્છે છે તેની માટે એક સારી યોજના છે. એવા લોકોની કમી નથી જેના માટે દર મહિને મળતી રકમ ખૂબ ખાસ હોય છે. તેથી જ SBIની આ યોજના ખૂબ જ કારગર હોય છે. આ સમયે બજારમાં સ્થિરતા નથી અને બેંકોમાં જમા રાશિ પર વ્યાજ દર ધટાડયો છે. મંથલી આવકવાળી આ સ્કીમ ખૂબ જ આકર્ષક છે. SBIની આ સ્કીમમાં દર ત્રીજા મહિને ખાતામાં રહેલી રાશિ પર ચક્રવૃદ્ઘિ વ્યાજ મળે છે.
આ સ્કીમ હેઠળ એકમ રાશિની ચૂકવણી કરવાની હોય છે. જે બાદ માસિક હપ્તાના રૂપમાં તેને મૂળ ધન અને વ્યાજ મળે છે. તે ડિપોઝિટ 36 મહિના, 60 મહિના અથવા 120 મહિના માટે લઈ શકાય છે.
આ સ્કીમ હેઠળ SBIની કોઈપણ શાખામાં ખાતુ ખોલાઈ શકે છે. જેમાં ઓછામાં ઓછા 25 હજાર રૂપિયા જમા કરવાના હોય છે. આ સ્કીમમાં મિનિમમ એન્યૂટી 1 હજાર રૂપિયા છે.
આ સ્કીમમાં ટર્મ ડિપોઝીટની વ્યાજ દર લાગુ થાય છે. તો SBIના સ્ટાફ અને આ બેંકના પેંશનર્સને 1 ટકા વધારે વ્યાજ મળે છે. સીનીયર સિટિજન્સને 0.5 ટકા વ્યાજ વધારે આપવામાં આવે છે.
SBIની આ સ્કીમમાં પેમેંટ ડિપોઝિટ થવાના આગામી મહિને નિર્ઘારિત તારીખથી કરવામાં આવે છે. જો કોઈ મહિને 29,30 અને 31 તારીખ નથી આવતી તો આગામી મહિનાની 1 તારીખે એન્યૂટીની ચૂકવણી કરાઈ શકે છે.
એન્યૂટીની ચૂકવણી TDS કાપ્યા બાદ કરાય છે. તેની ચૂકવણી લિંક્ડ સેવિંગ્સ ખાતા અથવા કરંટ અકાઉન્ટમાં કરાય છે. SBIની આ સ્કીમ રેગ્યૂલર આવક પ્રાપ્ત કરવાના હિસાબથી ખૂબ જ સારી મનાય છે. તેમાં કોઈપણ પ્રકારનું રિસ્ક હોતુ નથી.
read also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31