Last Updated on March 31, 2021 by
જો તમારે HDFC, SBI અથવા તો ICICI જેવી બેંકમાં એકાઉન્ટ છે તો 1 એપ્રિલથી તમને OTP મળવામાં મુશ્કેલી થઇ શકે છે. હકીકત એવી છે કે, ટેલિકોમ કંપનીઓની રેગ્યુલેટર ટ્રાઇ (TRAI) એ શુક્રવારના રોજ 40 કંપનીઓના નામ જાહેર કર્યાં છે કે જે SMS પરના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે. આમાં કેટલીક બેંકો જેવી કે એસબીઆઈ, એચડીએફસી, અને આઈસીઆઈસીઆઈ શામેલ છે.
ટ્રાઇએ બનાવ્યા છે નિયમ
ફ્રોડ સાથે જોડાયેલ અથવા તો નકામા SMS થી લોકોને રાહત અપાવવા માટે ટ્રાઇએ આવાં કોમર્શિયલ મેસેજ પર પ્રતિબંધ મૂકવાના કેટલાંક નિયમો બનાવ્યાં છે. તેનો હેતુ ગ્રાહકને સાયબર ક્રાઇમથી બચાવવાનો છે. ટ્રાઇએ જણાવ્યું હતું કે, ‘જે કંપનીઓ આ નિયમોનું પાલન કરશે નહીં, તેઓ તેમના ગ્રાહકોને SMS નહીં મોકલી શકે. જ્યારે ટ્રાઇએ શરૂઆતમાં આ નિયમો લાગુ કર્યાં હતાં, ત્યારે લોકોને OTP મેળવવામાં મુશ્કેલી થતી હતી. આની પર, ટ્રાઇએ આ મહિનાના અંત સુધીમાં કંપનીઓને નિયમોમાં હળવાશ આપી હતી. હજી સુધી ઘણી બેંકો આ નિયમોને લાગુ નથી કરી શકી. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે 1 એપ્રિલથી તેઓનો મોબાઇલ નંબર અથવા ઇમેઇલ પર OTP મેળવવામાં મુશ્કેલી થઇ શકે છે. કેટલીક બેંકોએ નિયમોનું પાલન નથી કર્યું.
ટેલિકોમ ક્ષેત્રના નિયમનકાર ટ્રાઇએ જણાવ્યું કે, ‘SBI, HDFC, PNB, Axis જેવી મોટી બેંકોએ હજી સુધી આ નિયમોનું પાલન શરૂ નથી કર્યું. ટ્રાઇએ ચેતવણી આપી કે, ‘જો આ કંપનીઓ એવું નથી ઇચ્છતી કે, તેમના ગ્રાહકોને OTP મળવામાં મુશ્કેલી ના થાય તો તેઓએ 1 એપ્રિલ સુધીમાં આ આદેશનું પાલન કરવાનું રહેશે.’
ટ્રાઇ તરફથી નિશ્ચિત ફોર્મેટમાં જ SMS મોકલો
નિયમો અનુસાર, કંપનીઓને કહેવામાં આવ્યું કે, તેઓ ગ્રાહકોને ટ્રાઇ તરફથી નિર્ધારિત ફોર્મેટમાં જ એસએમએસ મોકલે. આ નિયમો હેઠળ કંપનીઓએ ટેલિકોમ ઓપરેટર સાથે મેસજનું હેડર અને નમૂનાઓ (મેસેજ ફોર્મેટ) રજિસ્ટર્ડ કરવાનું છે. આનો ઉદ્દેશ ગ્રાહકને SMS દ્વારા સાયબર ક્રાઇમથી બચાવવાનો છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31