Last Updated on March 1, 2021 by
દેશની સૌથી મોટી જાહેર બેન્ક SBI પોતાનું ઘર ખરીદવાના પોતાના સપનાને પુરા કરવા માટે વધુ એક પગલું ભર્યું છે. પડકારભરી આર્થિક પરિસ્થિતિ વચ્ચે સ્ટેટ બેન્ક એ 31 માર્ચ 2021 સુધી તમામ પ્રકારની હોમ લોન પ્રોસેસિંગ ફી માફ કરી દીધી છે. ત્યાં જ આ સમયે એસબીઆઈ 6.28% વાર્ષિક શરૂઆટી વ્યાજ પર હોમ લોનની રજૂઆત કરી છે. જણાવી દઈએ કે એસબીઆઈ રેગ્યુલર હોમ પ્લાન્સ, સરકારી કર્મચારીઓ માટે એસબીઆઈ પ્રિવિલેજ હોમ લોન, સેનાએ તેમજ સુરક્ષા કર્મીઓ માટે સુવિધા ઉપલબ્ધ કરાવી રહ્યા છે.
7208933140 પર મિસકોલ આપી મેળવો તમામ જાણકારી
એસબીઆઈએ એ ઉપરાંત મેક્સગેન હોમ લોન, હાલના ગ્રાહકો માટે ટોપ-અપ લોન, એનઆઇઆર હોમ લોન, મોટી હોમ લોન માટે ફ્લેક્સીપે હોમ લોન અને મહિલાઓ માટે ખાસ એસબીઆઈ હરઘર હોમ સ્કીમ ચલાવી રહ્યા છે. એસબીઆઈએ કહ્યું કે નવા ગ્રાહક 7208933140 પર માત્ર મિસ્ડકોલ આપી હિમ લોનની જણકારી મેળવી શકે છે. Housing.com, Makaan.com અને Proptiger.comના ગ્રુપ સીઈઓ મણિ રંગરાજને કહ્યું કે પ્રોસેસિંગ ફી સાથે જોડાવાથી હોમ લોન મોંઘી પડે છે. એસબીઆઈ દ્વારા છૂટ આપતા ગ્રાહકો માટે આ ફાયદાનો સોદો છે.
SBIએ હોમલોનમાં કર્યો 5 લાખ કરોડનો આંકડો પાર
એસબીઆઈએ ઐતિહાસિક સ્તરે ઓછા વ્યાજ દર સાથે હોમ લોન બજારની 34% ભાગીદારી પર કબ્જો છે. એસબીઆઈએ કહ્યું કે ડિસેમ્બર 2020 દરમિયાન એમાં હોમલોન કારોબારમાં જબરદસ્ત વાહદરો નોંધાયો છે. ત્યાં જ ગયા સપ્તાહમાં બેંકે શપુરજી પાલોનજી રિયલ એસ્ટેટ સાથે કરાર કર્યો હતો. એ હેઠળ એસબીઆઈ અને શાપુરજી પાલોનજી ગરહકોને હોમ લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે જ તેમને કેટલીક અનોખો સ્કીમનો ફાયદો પણ થશે. જણાવી દઈએ કે હાલમાં જ એસબીઆઈએ 5 લાખ કરોડના હોમ લોનના કારોબારનો આંકડો પાર કરી લીધો છે. હવે બેંકે નાણાકીય વર્ષ 2024 સુધી હોમ લોન કારોબારને 7 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાનો લક્ષ્ય રાખ્યો છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31