Last Updated on April 2, 2021 by
દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક સહિત બધા જ ટોપ બેંક શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ડીપોઝીટ ઓફર કરી રહ્યા છે.
ફીક્સ ડીપોઝીટનો વિકલ્પ એ લોકો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે જેઓ પોતાની રકમને સુરક્ષીત રાખવામાં માને છે. દેશની સૌથી મોટી સરકારી બેંક, ભારતીય સ્ટેટ બેંક સહીત બધી જ ટોપ બેંક શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ડીપોઝીટ ઓફર કરી રહી છે. તમારી જરૂરીયાતોના આધારે તમે સમયગાળો પસંદ કરી શકો છો. બેંકો ઉપરાંત તમે પોસ્ટ ઓફિસમાં પણ એફડી કરી શકો છો. પોસ્ટ ઓફિસ ટાઇમ ડીપોઝીટના દરમાં દર ત્રણ મહિને બદલાવ આવે છે.
1 એપ્રિલ 2021થી પોસ્ટ ઓફિસના FDના વ્યાજ દર
ભારત સરકારે નાની બચત યોજનાઓના વ્યાજદર ઘટાડવાનો ફેસલો પરત લીધો છે. હવે સ્મોલ સેવીંગ સ્કીમ પર નાણાકીય વર્ષ 2020-2021ના અંતિમ ત્રણ મહીમના સુધી એ જ વ્યાજદર મળશે જે પહેલા મળી રહ્યા હતા. ગુરૂવારે નાણામંત્રી નીર્મલા સીતારમને તેની જાણકારી આપી હતી. પોસ્ટ ઓફિસની ટર્મ ડિપોઝીટ યોજના બેંક FDની જેવી જ છે. પોસ્ટ ઓફિસ એક વર્ષથી લઈને પાંચ વર્ષ સુધી ટર્મ ડીપોઝીટ ઓફર કરે છે. પોસ્ટ ઓફિસ જમા ઉપર વ્યાજ 1 એપ્રિ 2021ના રોજ સંશોધીત કરવામાં આવ્યુ હતુ. 3 વર્ષ સુધી એક વર્ષની જમા રાશી માટે તે 5.5%નું વ્યાજદર આપે છે. પાંચ વર્ષના સમય માટે જમા ખાતા પર પોસ્ટ ઓફિસ 6.7% વ્યાજ ઓફર કરે છે.
- 1 વર્ષની જમા પર – 5.50%
- 2 વર્ષની જમા પર – 5.50%
- 3 વર્ષની જમા પર – 5.50%
- 5 વર્ષની જમા પર – 6.70%
SBIના FD રેટ્સ ચેક કરો
SBIની ફીક્સ ડીપોઝીટમાં સાત દિવસથી 45 દિવસની FD પર 2.9%ના દરે વ્યાજ મળશે. 46 દિવસથી 179 દિવસ સુધીની FD પર 3.9%, 180 દિવસથી એક વર્ષથી ઓછાની FD પર 4.4% વ્યાજ મળશે. એક વર્ષથી 2 વર્ષથી ઓછી FD પર 10 BPSથી વધુ વ્યાજ મળશે. આ ડીપોઝીટ પર 4.9%ના બદલે 5% વ્યાજ મળશે. 2 થી લઈને 3થી ઓછા વર્ષની FD પર 5.1%, 3 થી 5 વર્ષ સુધીની FD પર 5.3% અને 5 થી 10 વર્ષ સુધીની એફ઼ડી પર 5.4% વ્યાજ મળશે. આ દરો 8 જાન્યુઆરી 2021થી લાગુ છે.
સીનિયર સીટીઝનને મળશે વધુ વ્યાજ
SBI સીનિયર સીટીઝન્સને બધા જ સમયગાળા માટે 50 BPS વ્યાજદર પ્રદાન કરે છે. તેમજ સંશોધન બાદ વરીષ્ઠ નાગરીકોને 7 દિવસથી 10 વર્ષ સુધી મેચ્યોર થવા વાળી FD પર 3.4%થી 6.2% વ્યાજ મળશે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31