GSTV
Gujarat Government Advertisement

SBIના ગ્રાહકો માટે કામના સમાચાર, હવે ATM પિન જનરેટ કરવા બેંક જવાની જરૂર નથી, ઘરે બેઠા જ ફોલો કરો આ સ્ટેપ્સ

Last Updated on March 1, 2021 by

સ્ટેટ બેંક ઑફ ઇન્ડીયા પોતાના ગ્રાહકોની સુવિધાનો હંમેશા ખ્યાલ રાખે છે. વધારેમાં વધારે કામ ઓનલાઇન થઇ રહ્યાં છે. બેંક તરફથી સતત એવી કોશિશ કરવામાં આવી રહી છે કે, ‘જો કોઇ ઇશ્યુ ગંભીર નથી તો ગ્રાહકો માટેની તમામ સુવિધાઓ ઓનલાઇન ઉપલબ્ધ હોય છે. આ સિવાય તે પોતાના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ટરને પણ એ જ હિસાબથી મજબૂત કરી રહ્યાં છે. જો તમારું ATM કાર્ડ નવું છે તો ઓનલાઇન જ તેનો પાસવર્ડ જનરેટ કરી શકાય છે. એ માટે તમારે એક ટોલ ફ્રી નંબર પર કોલ કરવાનો હોય છે.’

ATM transaction

ડેબિટ કાર્ડ પિન અથવા તો ગ્રીન પિન (Debit Card PIN or Green PIN) જનરેટ કરવાને લઇને સ્ટેટ બેંકે પોતાના ટ્વિટર હેન્ડલ નંબર શેર કર્યો છે અને આ પ્રક્રિયાને કેવી રીતે પૂર્ણ કરવાની છે તેના વિશે પણ જણાવ્યું છે. SBI તરફથી રજૂ કરવામાં આવેલ ટોલ ફ્રી નંબર છે – 1800 112 211 અથવા 1800 425 3800. બેંકે સાથે એમ પણ જણાવ્યું કે, “ગભરાવાની જરૂરિયાત નથી. આ નંબર સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. જો કે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર હોવો ખાસ જરૂરી છે. કૉલ તમારે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી કરવાનો રહેશે.’

રજિસ્ટર્ડ મોબાઇલ નંબર હોવો જરૂરી

રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી આપવામાં આવેલા ટોલ ફ્રી નંબર પર કોલ કરો. તમને જે વિકલ્પ આપવામાં આવશે તેમાં 2 નંબરને પસંદ કરો, જે એટીએમ કાર્ડ રિલેટેડ સર્વિસ છે. ત્યાર બાદ 1 દબાવવાનું રહેશે કે જે પિન જનરેશન સાથે સંબંધિત છે. પછી 1 દબાવવાનું રહેશે કે જે કન્ફર્મ કરે છે કે, શું તમે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી ફોન કરી રહ્યાં છો. હવે તમારી પાસેથી કેટલીક જાણકારી માંગવામાં આવે છે. તમારે તમારી પાસે બેંક એકાઉન્ટ નંબર અને એટીએમ કાર્ડ રાખવાનું રહેશે. જે કાર્ડનો પિન જનરેટ કરવાનો છે તેના છેલ્લાં 5 નંબર ટાઇપ કરો ત્યાર બાદ 1 દબાવો અને પછી 2 દબાવો અને ATM કાર્ડના છેલ્લાં 5 અંક દબાવવાના છે.

sbi

ગ્રીન પિનના આધાર પર પોતાની મેળે પાસવર્ડ જનરેટ કરો

હવે તમારા એકાઉન્ટના છેલ્લાં 5 અંક પૂછવામાં આવશે જેને તમારે ટાઇપ કરવાના રહેશે. 1 દબાવીને તેને કન્ફર્મ કરવાનું રહેશે અને 2 દબાવીને બીજી વાર એકાઉન્ટ નંબરના છેલ્લાં 5 નંબર દબાવવાના છે. બેંક સાથે તમારું જન્મ વર્ષ જે દાખલ છે તેને દબાવવાનું રહેશે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ Green PIN જનરેટ થઇ જાય છે. તે તમારા રજિસ્ટર્ડ નંબર પર મોકલવામાં આવે છે. હવે 24 કલાકની અંદર જઇને કોઇ પણ SBI એટીએમ દ્વારા પોતાના હિસાબથી પિન જનરેટ કરી શકો છો.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો