GSTV
Gujarat Government Advertisement

SBI Card યૂઝર્સ ધ્યાન આપે ! જાણો તમે કેટલા ડિજિટલ છો અને વધારે ખર્ચ કઈ વસ્તુઓમાં કરી રહ્યા છો

Last Updated on April 5, 2021 by

SBI કાર્ડ્સ અને પેમેન્ટ સર્વિસિસ (SBI Card) દ્વારા કરવામાં આવતા વ્યવહારોમાં ઓનલાઇન વ્યવહાર (Online transactions)નો ભાગ 5૦ ટકાથી વધુ છે. આમાં કરિયાણા, વીજળી વગેરેના બીલોની ચુકવણી, વીમા પ્રીમિયમ વગેરે સામેલ છે. કંપનીના એક ટોચના એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે ઓનલાઇન ચુકવણીનું આ વલણ વધુ વધવાની ધારણા છે.

SBI કાર્ડના વહીવટી સંચાલક અને CEO રામા મોહન રાવ અમારાએ હાલમાં કોરોના વાયરસના વધતા જતા કેસો પર કહ્યુ કે, હાલ એ જણાવવુ મુશ્કેલ છે કે આની અસર લોકોની ખરીદીની વર્તણૂકને અસર કરશે કે નહીં.અમારાએ કહ્યું કે ઓનલાઇન ચુકવણી એક એવું માધ્યમ છે જે વધુ ઉપર તરફ જશે. અમરાએ જણાવ્યું હતું કે SBI હવે કાર્ડ પર 53 ટકાથી વધુ ખર્ચ ઓનલાઇન ચુકવણી દ્વારા થાય છે. અગાઉ તે 44 ટકા હતી.

મુખ્યરૂપથી કિરાણાનો સામાન, વસ્ત્રો, યૂટિલિટી બિલોની ચૂકવણી, વીમા પ્રીમિયમ અને ઓનલાઈન શિક્ષા જેવી શ્રેણીઓના કારણે ઓનલાઈન ચૂકવણીમાં લગભગ 9 ટકાનો વધારો થયો છે. તેણે કહ્યું કે આ શ્રેણીઓમાં કંપનીએ ઓનલાઈન ખર્ચમાં અચાનક વધારો જોવા મળી છે. અમારુ માનવુ છે કે, આ ઓનલાઈન બની રહેશે. લોકો હવે આ આરામદાયક સ્થિતિને પસંદ કરી રહ્યા છે. કોવિડ હોય કે ન હોય, તેનાથી હવે કોઈ અસર નહિ થાય.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો