GSTV
Gujarat Government Advertisement

ખાસ વાંચો / SBI યૂઝર્સ ધ્યાન આપે! આજે UPI Payment નહિ કરી શકે ગ્રાહક, બેંકે આપી આ સલાહ…

Last Updated on March 14, 2021 by

હાલ ડીજીટલ પેમેન્ટનુ ચલણ ખૂબ વધી રહ્યુ છે. ખાસ કરીને કોરોના કાળમાં UPIથી લેવડ-દેવડ શહેરથી ગામડાઓ મામ જગ્યાએ ખૂબ વધી રહેયો છે. હાલ જરૂરી સૂચના એ છે કે, જો તમારુ ખાતુ SBI અથવા ભારતીય સ્ટેટ બેંકમાં છે તો રવિવારે 14 માર્ચે તમે UPI પેમેન્ટ નહિ કરી શકો. SBI Usersને UPI Payment કરવામાં તકલીફ પજી શકે છે. SBIએ આ સંબંધિત સૂચના ટ્વિટ કરીને માહિતી આપી છે.

આખરે શું છે કારણ ?

SBI દ્વારા ટ્વિટ કરકીને આપેલી જાણકારી અનુસાર કસ્ટમરના અનુભવને સારો બનાવવા માટે 14 માર્ચે બેંક પોતાના UPI પ્લેટફોર્મને અપગ્રેડ કરશે. બેંકે કહ્યુ કે, 14 મમાર્ચે અપગ્રેડેશનને જોતા SBI કસ્ટમર્સને બેંકના UPI પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં પરેશાની થઈ શકે છે. જોકે, બેંક તરફથી તેના વિકલ્પો પણ બતાવામાં આવ્યા છે.

આ સેવાઓનો કરી શકો છો ઉપયોગ

બેંકે આ પણ જાણકારી આપી છે કે, SBI યૂઝર્સ આ દરમ્યાન યોનો એપ , યોનો લાઈટ, નેટ બેંકિંગ અથવા ATMનો ઉપયોગ કરી શકો છો. અપગ્રેડેશનને જોતા UPI સેવાનો ઉપયોગ કરવામાં તમને પરેશાની થઈ શકે છે. તો તમે આ સેવાઓનો ઉપયોગ કરી શકો છો. બેંકે કહ્યુ કે, યૂઝર્સ વિકલ્પની રીતે બેંકના અન્ય ડીજીટલ ચેનલ્સનો ઉપયોગ કરી શકે છે. તમે યોનો એપ અથવા યોનો લાઈટ તેમજ નેટ બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરી શકો છો. જેમાં તમને પરેશાનીનો સામનો નહિ કરવો પડે. SBIના ટ્વિટ અનુસાર UPIમાં અપગ્રેડેશનનો આ સેવાઓ પર કોઈ પ્રભાવ નહિ પડે.

15 અને 16એ પણ પ્રભઆવિત રહેશે બેંકિંગ સેવાઓ

UFBU તરફથી 2 સરકારી બેંકોના પ્રસ્તાવિત ખાનગીકરણના વિરોધમાં બે દિવસની હડતાલ રાશે. જો હડતાલના કારણે બેંકની શાખાઓ 15 અને 16 માર્ચે સમગ્ર રીતે બંધ રહેશે તો, બેંક શાખાઓમાં કામકાજ ઠપ રહેશે. SBIએ કહ્યુ કે, આ હડતાલના કારણે બેંકના કામમાં અસર થઈ શકે છે.

જોકે, SBIએ એ પણ કહ્યુ કે, બ્રાંચ અને ઑફિસોમાં સામાન્ય કામકાજ સૂનિશ્ચિત રૂપથી ચાલુ રહે તે માટે તમામ વ્યવસ્થા કરાઈ છે. આ તૈયારીઓ પછી ફણ કેટલાક કાર્ય પર હડતાલની અસર થઈ શેક છે. જોકે કોઈપણ પ્રકારના પેમેન્ટ કે ટ્રાંઝેકશન માટે તમારી પાસે મોબાઈલ અને ઈન્ટરનેટ બેંકિંગ જેવી સેવાઓ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો