Last Updated on March 16, 2021 by
જો તમારુ બચત ખાતુ ઈન્ડિયા પોસ્ટ પેમેંટસ બેંક માં છે તો આ સમાચાર તમારા માટે છે. IPPBએ એક સર્કયૂલરમાં 1 એપ્રિલથી રોકડ જમા, રોકડ ઉપાડ અને આધાર એનેબ્લડ પેમેંટ સિસ્ટમ ટ્રાંઝેક્શન પર ચાર્ડ લગાવાનો પ્રસ્તાવ આપ્યો છે.
ચાર્જીસ માત્ર રોકડ જમા અને ઉપાડ બંને પર લાગુ થશે જયારે ફ્રી લીમીટની સીમા ખતમ થઈ જશે. તેનો મતલબ એ છે કે, તમારે માત્ર તમામ ચાર્જ ચૂકાવવો પડશે જયારે તમે એક મહિનામાં ફ્રી ટ્રાંઝેક્શનની સીમા પાર કરી જશે.
ચાર્જ લેવ-દેવડની બે રીતો પર આધારીત છે. કેસ ટ્રાંઝેક્શન અને AePS ટ્રાંઝેક્શન. એક મહિનામાં એક નિર્ધારીત ટ્રાંઝેક્સન ફ્રી છે. તે ઉપરાંત એક મહિનામાં એક નિશ્ચિત રકમમાં વધારે રોકડ જમા અને ઉપાડ પર ચાર્જ લાગાવામાં આવશે.
જો ઈન્ડિયા પોસ્ટમાં પેમેંટ બેંકમાં તમારુ બેસિક સેવિંગ અકાઉન્ટ છે તો દર મહિને 4 વખત ઉપાડ ફ્રી છે. જે બાદ દરેક ટ્રાંઝેક્શન પર મિનિમમ 25 રૂપિયા અથવા કૂલ વેલ્યૂના 0.50 ટકા ચાર્જના રૂપમાં કાપવામાં આવશે. બેસિક સેવિંગ અકાઉન્ટમાં પૈસા જમા કરવા પર કોઈ ચાર્જ નહિ લાગે.
સેવિંગ્સ ખાતામાં અથવા ચાલુ ખાતુ છે તો, એક મહિનામાં 25 હજાર રૂપિયા સુધી રોકડ ઉપાડ ફ્રી છે. ફ્રી લીમીટ બાદ કુલ વેલ્યૂનો 0.50 ટકા અથવા તેનાથી ઓછા 25 રૂપિયા પ્રતિ ટ્રાંઝેક્શન દેવુ પડશે.
સેવિંગ્સ અને કરંટ અકાઉન્ટ છે તો પ્રત્યેક મહિને 10 હજાર રૂપિયા સુધી રોકડ જમા ફ્રી છે. પ્રી લીમીટ બાદ કુલ વેલ્યૂનો 0.50 ટકા અથવા મિનિમમ 25 રૂપિયા પ્રતિ ટ્રાંઝિક્શન ચાર્જ લાગશે.
આધાર આધારીત AEPS ટ્રાંઝેક્શનમા કેસમાં ઈન્ડિયા પોસ્ટ પેમેંટ બેંકના નેટવર્ક પર ગમે તેટલા ટ્રાંઝેક્શન કરાઈ શકે છે. અને તે સમગ્ર રીતે ફ્રી છે. નોન IPPB નેટવર્ક પર એક મહિનામાં ત્રણ ટ્રાંઝેક્શન પ્રી છે. તેમાં કેશ જમા કરવુ, ઉપાડ કરવું અને મિનિ સ્ટેટમેન્ટ કાઢવુ સામેલ છે.
ફ્રી લિમિટ પૂરી થયા બાદ કેશ જમા કરવા પર તમામ ટ્રાંઝેક્શન પર 20 રૂપિયા લાગશે. ઉપાડ પર પણ 20 રૂપિયા લાગશે. મિનિ સ્ટેટમેન્ટ પર 5 રૂપિયા ચાર્જ છે. ફ્રી લિમિટ બાદ ફંડ ટ્રાંસફર ચાર્જ ટ્રાંઝેક્શન અમાઉન્ટ 1 ટકા, મેક્સિમમ 20 રૂપિયા મિનિમમ 1 રૂપિયા થશે. ઉપર જણાવેલા ચાર્જીસ પર GST સામેલ નથી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31