GSTV
Gujarat Government Advertisement

કડક નિયમો/ સાઉદી અરેબિયાના પુરૂષો આ 4 દેશોની મહિલાઓ સાથે નહીં કરી શકે લગ્ન, પાકિસ્તાન સહિતના દેશોનું લિસ્ટમાં નામ

Last Updated on March 20, 2021 by

સાઉદી અરબ અને પાકિસ્તાનના સંબંધોમાં કડવાશનો વધુ એક પુરાવો આપતી ખબર સામે આવી છે. સાઉદી સરકારે કેટલાંક નવા નિયમો બનાવ્યા છે. જેના હેઠળ દેશના પુરુષો પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચાડ અને મ્યાંમારની મહિલાઓ સાથે લગ્ન કરવા પર રોક લગાવી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે અનૌચારિક આંકડા અનુસાર હાલમાં સાઉદી અરબમાં આ ચાર દેશોની લગભગ 5 લાખ મહિલાઓ રહે છે.

સાઉદી પુરુષોને હવે સખ્ત નિયમોનું પાલન કરવું પડશે

રિપોર્ટ પ્રમાણે મક્કાના પોલિસ મહાનિદેશક મેજર જનરલ અસફ અલ કુરેશીએ સ્પષ્ટ કર્યું છે કે, વિદેશી મહિલાઓ સાથે લગ્ન કરવાની ઈચ્છા રાખતા સાઉદી પુરુષોને હવે સખ્ત નિયમોનું પાલન કરવું પડશે. આ પગલાંનો હેતુ સાઉદી અરબના પુરુષોને વિદેશી મહિલાઓ સાથે લગ્ન કરવાથી રોકવાનો છે. જો કોઈ પુરુષ આવું કરવા ઈચ્છે છે તો તેને વિશેષ મંજુરી લેવા સહિત અનેક ફોર્માલિટિઝ પૂરી કરવી પડશે.

વિદેશી મહિલાઓ સાથે લગ્ન કરનારાઓએ પહેલા સરકારની મંજુરી લેવી પડશે

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વિદેશી મહિલાઓ સાથે લગ્ન કરનારાઓને પહેલા સરકારની મંજુરી લેવી પડશે અને સત્તાવાર ચેનલોના માધ્યમથી લગ્નની અરજી રજુ કરવી પડશે. નિયમોમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ડિવોર્સી પુરુષોને ડિવોર્સના 6 મહિનાની અંદર નવા લગ્નની અરજી કરવાની મંજુરી નહી હોય. કુરેશીએ કહ્યું કે, તમામ નિયમોનું સખ્તાઈથી પાલન કરવું પડશે. અને તેના ઉલ્લંઘન પર કાર્યવાહી કરવામાં આવશે.

અરજીકર્તાઓની ઉંમર 25 વર્ષથી વધારે હોવી જોઈએ

અરજીકર્તાઓની ઉંમર 25 વર્ષથી વધારે હોવી જોઈએ અને અરજી સાથે તેમને સ્થાનિક જિલ્લા મેયર દ્વારા સહી થયેલા દસ્તાવેજોની સાથે-સાથે અન્ય તમામ ઓળખ પત્ર જોડવા પડશે. જેમાં તેમના પરિવારને કાર્ડની એક કોપી પણ સામેલ છે. એક અધિકારીએ જણાવ્યું કે, જો અરજીકર્તા પહેલાથી મેરિડ છે તો તેને હોસ્પિટલનો રિપોર્ટ જોડવો પડશે જે એ સાબિત કરે કે તેની પત્નિ વિકલાંગ છે, કે જુની બિમારીથી પીડિત છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો