GSTV
Gujarat Government Advertisement

જાપાની વૈજ્ઞાનિકોની કમાલ/ અંતરિક્ષમાં મોકલશે ‘સ્પેસ સ્વીપર સેટેલાઇટ’, અવકાશના ભંગાર ભેગો કરશે

Last Updated on March 21, 2021 by

અંતરીક્ષમાં વિખરાયેલા કચરાને ખતમ કરવા માટે જાપાને શનિવારે મેગ્નેટિક સેટેલાઇટ લોન્ચ કર્યો, તેનાથી અંતરીક્ષમાં એકત્રિત થતાં કચરાનાં જથ્થાની ગણતરી કરી શકાશે. જેથી કચરો હટાવી શકાય. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિશ્વમાં આ પહેલીવાર છે જ્યારે ચુંબકનો ઉપયોગ સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગમાં કરવામાં આવ્યો હોય.

સેટેલાઇટ

આ ઉપગ્રહનું નામ ELSA-D છે. તે જાપાની ફર્મ સ્ટ્રોસ્કેલ દ્વારા બનાવવામાં આવ્યો છે. તેને શનિવારે સવારે 6:07 વાગ્યે કઝાકિસ્તાનથી લોન્ચ કરવામાં આવ્યો. તેનું જીવંત પ્રસારણ પણ કરાયું હતું. ઉપગ્રહમાં બે અવકાશયાન હશે, જે બ્રહ્માંડમાં ઘણાં ટેસ્ટ કરશે. સ્ટ્રોસ્કેલની સ્થાપના જાપાનના ઉદ્યોગપતિ નોબુ ઓકાડાએ 2013માં કરી હતી. ઓકાડાનાં જણાવ્યા મુજબ એક અંદાજ મુજબ અંતરિક્ષમાં લગભગ નવ હજાર બસો ટન જંક ભંગાર છે. મોટાભાગના ટુકડાઓ અવકાશયાનનાં તુટેલા ભાગો છે.

તે ભંગારના રૂપમાં પૃથ્વી પર ફરતો રહે છે, જે કોઈક પણ સમયે મોટા અકસ્માતનો સંકેત આપે છે. તેમણે કહ્યું કે સ્ટ્રોસ્કેલ કંપનીની સ્થાપનાનો મુખ્ય હેતુ અંતરિક્ષમાંથી કચરો દૂર કરવાનો છે. તેમણે માહિતી આપી કે કંપની દ્વારા ઉત્પાદિત ELSA-D ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો છે. તેનું વજન લગભગ બસો કિલોગ્રામ છે. આ ઉપગ્રહ અવકાશમાં ફેલાયેલા કચરાની ગણતરી કરશે. આ ઉપગ્રહની વિશેષતા એ છે કે તે કચરાનો જથ્થો જણાવીને તેને સાફ કર્યા પછી, ત્યાં જ પોતાને બાળીને તેનો નાશ કરશે.

કંપનીનાં માલિક ઓકાડાએ જણાવ્યું કે અંતરિક્ષમાં રહેલો કચકો ખતરાની ખંટડી છે, અને  તે ગમે ત્યાંરે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે, તેમણે કહ્યું કે જો સમયસર તેનો નાશ કરવામાં નહીં આવે તો મોટી મુસીબતનો સામનો કરવો પડી શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો