GSTV
Gujarat Government Advertisement

નોકરી: UPSCમાં પરીક્ષા આપ્યા વગર બની શકશો અધિકારી, 2 લાખ સુધી મળશે પગાર, આ રહ્યું ખાલી જગ્યાનું લિસ્ટ

Last Updated on March 23, 2021 by

જાહેર સેવા આયોગ (UPSC) અંતર્ગત અલગ અલગ મંત્રાલયોમાં કેટલાય પદો પર અરજી કરવામાં માટે આવતી કાલે એટલે કે, 22 માર્ચે અંતિમ તારીખ છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર જે હજૂ સુધી આ પદો પર અરજી કરી નથી, તે upsc.gov.in સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે. આપને જણાવી દઈએ કે, આ અહીં આપેલા પદ પર ઉમેદવાર 22 માર્ચ સુધીમાં અરજી કરી શકશે.

આ મંત્રાલયોમાં થશે ભરતી

આ ભરતીઓ અંતર્ગત કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, નાણા મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, ગ્રાહક બાબતોનું મંત્રાલય, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ, શિક્ષણ મંત્રાલય, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, જળશક્તિ મંત્રાલય, કાનૂન મંત્રાલય, સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, કૌશલ વિકાસ મંત્રાલય અને ઉદ્યમિતા મંત્રાલયમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે.

સત્તાવાર લિંક


આ ઉપરાંત ઉમેદવાર આ લિંક https://www.upsconline.nic.in/ પર વિજીટ કરીને અહીં આપેલા ખાલી પદ પર અરજી કરી શકશે. સાથે જ આ લિંક https://www.upsc.gov.in/sites/default/files/Advt-No-51-2021-Engl_0.pdf દ્વારા સત્તાવાર નોટિફિકેશન પણ જોઈ શકશે.

UPSC Recruitment 2021 ખાલી પડેલી જગ્યાઓ

કુલ પદ- 29

સંયુક્ત સચિવ – 3
નિયામક (કૃષિ માર્કેટિંગ) – 1
નિયામક (ઉડ્ડયન વ્યવસ્થાપન) – 1
નિયામક (એગ્રી બિઝનેસ સ્પષ્ટીકરણો) – 1
ડિરેક્ટર (નિકાસ માર્કેટિંગ) – 1
ડિરેક્ટર (વિદેશી વેપાર વિશ્લેષક)-1
ડિરેક્ટર (લોજિસ્ટિક્સ) – 1
ડિરેક્ટર (વેરહાઉસ એક્સપર્ટાઇઝ) – 1
ડિરેક્ટર (ઈડુ ટેક) – 1
ડિરેક્ટર (ઈડુ લો) – 1
ડિરેક્ટર (આઇસીટી ઇડુ) – 1
ડિરેક્ટર (મીડિયા મેનેજમેન્ટ) – 1
ડિરેક્ટર (બેંકિંગ) – 1
નિયામક (નાણાકીય ક્ષેત્રમાં સાયબર સિક્યુરિટી) – 1
ડિરેક્ટર (ડિજિટલ ઇકોનોમી અને ફિનટેક) – 1
ડિરેક્ટર (ડિજિટલ ઇકોનોમી અને ફિનટેક) – 1
નિયામક (વીમો) -1
નિયામક (માતૃ સ્વાસ્થ્યના પ્રશ્નો) – 1
નિયામક (નાણાં) -1
નિયામક (જળ વ્યવસ્થાપન) – 1
નિયામક (આર્બિટ્રેશન અને સમાધાન કાયદો) – 1
ડિરેક્ટર (સાયબર લો) – 1
નિયામક (નાણાં ક્ષેત્રનો કાયદો) – 1
ડિરેક્ટર (આંતરરાષ્ટ્રીય કાયદો) – 1
નિયામક (ન્યાયિક સુધારણા) – 1
નિયામક (હાઇવે ડેવલપમેન્ટ માટે નવી ટેકનોલોજી) – 1
નિયામક (શિક્ષણ ઉદ્યમનમાં ઇનોવેશન) – 1

વય મર્યાદા

આ જગ્યાઓ માટે અરજી કરવા ઉમેદવારની વય મર્યાદા 55 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. અનામત કેટેગરીના ઉમેદવારોના માપદંડો જરૂરી છૂટછાટ આપવામાં આવશે.

પગાર ધોરણ

ઉમેદવારને અહીં 2 લાખ રૂપિયા (2,21,000) સુધીનું વેતન આપવામાં આવશે. તેમને 7માં પગારપંચ, પે લેવલ- 14 / 13 આધારે સેલરી આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર પાસે સંબંધિત ટ્રેડમાં ઓછામાં ઓછા સ્નાતક ડિગ્રી હોવી જોઈએ. અમુક નોકરીઓ માટે સ્નાતકોત્તર ડિગ્રી પણ નિર્ધારિત કરેલી છે. આ નોકરીઓ માટે ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવને પ્રાથમિકતા આપવામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો