Last Updated on March 29, 2021 by
સાપુતારામાં પણ મુંબઈનાં પ્રવાસીઓએ ધૂળેટીની ઉજવણી કરી. સાપુતારામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ધૂળેટી પર આવતા હોય છે. જોકે, કોરોનાના કારણે આ વખતે આરટી પીસીઆર ટેસ્ટ નેગેટિવ હોય તેવા પ્રવાસીઓને ગુજરાતમાં એન્ટ્રી આપવામાં આવી છે. ત્યારે પ્રવાસીઓએ સાપુતારામાં ગાઈડલાઈન પ્રમાણે પરિવાર સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી.
પ્રવાસીઓએ સાપુતારામાં ગાઈડલાઈન પ્રમાણે પરિવાર સાથે ધૂળેટીની ઉજવણી કરી
રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે અન્ય રાજ્યમાંથી આવતા મુસાફરો માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે. ત્યારે સાપુતારા ચેકપોસ્ટ પર મહારાષ્ટ્ર તરફથી આવતા મુસાફરોનું ચેકિંગ કરવામાં આવ્યુ. જે મુસાફર પાસે આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ નથી તેમને મહારાષ્ટ્ર પરત મોકલવાની ફરજ પાડવામાં આવી છે. તો બીજી તરફ ચેકપોસ્ટ પર આરટી-પીસીઆરના રિપોર્ટ કરવાની સુવિધા ન હોવાના કારણે મુસાફરોની મુશ્કેલી વધી છે.
ભારતમાં કોરોનાના કેસ ગંભીર
ભારતમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાના દૈનિક કેસ અને મોત સતત વધી રહ્યા છે.ભારતમાં ચોવીસ કલાકમાં કોરોનાના નવા 68હજાર 20 કેસ નોંધાયા છે, એક જ દિવસમાં કોરોનાથી 291ના મોત થયા છે. આ સાથે કોરોનાના કુલ કેસ ૧.20 કરોડને પાર થઈ ગયા છે. છેલ્લા ૧૮ દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પરીણામે એક્ટિવ કેસ વધીને 5 લાખ 21 હજાર 808 થયા છે.દેશમાં મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં ૪૦,૪૧૪ કેસ નોંધાયા હતા, જે આ વર્ષે સૌથી વધુ કેસ છે. જ્યારે કોરોનાથી વધુ ૧૦૮નાં મોત થયા છે. મુંબઈમાં પણ કોરોનાના નવા ૬,૯૨૩ કેસ નોંધાયા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31