GSTV
Gujarat Government Advertisement

બોલીવુડમાં કોરોનાનો સંકજો/ રણબીર બાદ સંજય લીલા ભણસાલી પણ કોરોના સંક્રમિત, આલિયા ભટ્ટ થઇ ક્વોરન્ટાઇન

કોરોના

Last Updated on March 9, 2021 by

કોરોના વાયરસની વેક્સીનનું રસીકરણ ભલે ઝડપથી ચાલી રહ્યું હોય પરંતુ આ ખતરનાક મહામારી સતત લોકોને પોતાની ઝપેટમાં લઇ રહી છે. સામાન્ય લોકોથી સેલેબ્સ સુધી, ભારતમાં લાખો લોકો આ ખતરનાક બીમારીનો ભોગ બન્યા છે. તેમાં બોલીવિડની હસ્તિઓનું નામ પણ સામેલ છે. આ વચ્ચે ખબર મળી રહી છે કે જાણીતા નિર્માતા-નિર્દેશક સંજય લીલા ભણસાલી પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.

સંજય

સંજય લીલા ભણસાલીની માતાનો આવ્યો આ રિપોર્ટ

એક અહેવાલ અનુસાર, સંજય લીલા ભણસાલી કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગયા છે. સંજય લીલા ભણસાલી આજકાલ પોતાની આવનારી ફિલ્મ ગંગૂબાઇ કાઠિયાવાડીનું શુટિંગ કરી રહ્યાં છે. રિપોર્ટ અનુસાર ફિલ્મના સેટ પર હાજર એક સૂત્રએ આ ખબરની પુષ્ટિ કરી છે કે સંજય લીલા ભણસાલી કોવિડ-19 સંક્રમિત છે. સૂત્રએ જણાવ્યું કે, સંજય લીલા ભણસાલીએ કોવિડ-19 ટેસ્ટ કરાવ્યો છે જે પોઝિટિવ આવ્યો છે.

સૂત્રએ વધુમાં જણાવ્યું કે તેમણે પોતાને ક્વોરન્ટાઇન કરી લીધા છે. એક્ટ્રેસ આલિયા ભટ્ટે પણ પોતાને ક્વોરન્ટાઇન કરી છે. સંજય લીલા ભણસાલીના સંપર્કમાં આવેલા દરેક વ્યક્તિના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. જો કે સંજય લીલા ભણસાલીના માતાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.

રણબીર કપૂરના સ્વાસ્થ્યને લઇને આવી આ અપડેટ

કોવિડની વેક્સિન ભલે આવી ગઈ અને લોકો તેને લગાવવાનું શરુ પણ કર્યુ છે. પરંતુ તેનો ખતરો ઓછો થયો નથી. ઘણા સેલેબ્સ પણ આ રોગથી બચી શક્યા નથી. જેમ કે અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન નીતૂ કપુર, અર્જુન કપુર , વરુણ ધવન અને હવે હાલમાં એ ખબર આવી રહી છે કે, રણબીર કપૂર પણ કોવિડ પોઝિટિવ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રણબીર હાલ ક્વોરંટાઈન છે અને આરામ કરી રહ્યો છે.

રણબીર

રણબીરના અંકલ રણધીર કપૂરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે હા પાડી અને પછી કહ્યું કે રણબીરની તબિયત સારી નથી, પરંતુ કોરોના છે કે નહિ તે હાલ સ્પષ્ટ થયુ નથી. હું હાલમાં શહેરની બહાર છું.

હાલમાં જ કિડની દાન કરવાનો લીધો હતો સંકલ્પ

11 માર્ચે મનાવામાં આવતા વિશ્વ કિડની દિવસના પ્રસંગે બ્રહ્માસ્ત્રના ડિરેકટર અયાન મુખર્જીથી લઈને રણબીર કપૂર અને અમિતાભ બચ્ચન સુઘી તમામે પોતાની કિડની દાન કરવાનો સંકલ્પ લીધો. આલિયા ભટ્ટે પણ તેનું સમર્થન કર્યુ. ટીમે આ વચન એક NGO તરફથી આયોજીત એક કાર્યક્રમમાં લીઘુ હતું.

આલિયા સાથેના લગ્નની પણ ચર્ચા

જણાવી દઈએ કે, કેટલાક દિવસો પહેલા આલિયા સાથે લગ્નના પ્લાન વિશે રણબીરે જણાવ્યુ હતું કે, જો આપણા જીવનમાં આ મહામારી ન આવી હોત તો અત્યારસુધીમાં લગ્ન થઈ ચૂક્યા હોત. હું મારા જીવનમાં આ લક્ષ્ય પર જલ્દી ટિકમાર્ક કરવા ઈચ્છુ છું.

તો આલિયા સાથે લગ્નને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેણે કહ્યુ કે, મારા લગ્ન કયારે થશે? બધા લોકો આ સવાલ કેમ પૂછી રહ્યા છે. તમે જાણો છો તો મારી ઉંમર 27 વર્ષની છે. અને મને લાગે છે કે અત્યારે લગ્ન કરવા એ જલ્દી થઈ જશે. તેણીએ કહ્યુ કે, તે એક ઉંમર પછી લગ્ન કરશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો