Last Updated on April 2, 2021 by
સેમસંગે પોતાના મફત વિડિયો સ્ટ્રીમીંગ સર્વિસ એટલે કે, સ્માર્ટ ટીવી પ્લસ ભારતમાં લોન્ચ કરાયુ છે. આ સર્વિસ આજથી ગેલેક્સી સ્માર્ટફોન અને સેમસંગ ટીવી પર યૂઝર્સ માટે ઉપલબ્ધ થશે. ઈન્ડિયા લોન્ચ સાથે સેમસંગ ટીવી પ્લસ હવે 14 દેશોમાં ઉપલબ્ધ છે જેમાં એમેરિકા, કેનેડા, યૂકે, જર્મની, ફ્રાંસ, ઈટલી, સ્પેન, ઓસ્ટ્રિયા, બ્રાઝીલ અને બીજા દેશોમાં ઉપલબ્ધ છે. ભારતમાં સેમસંગે હાલ 27 ગ્લોબલ અને લોક ચેનલ્સથી તેની શરૂઆત કરી છે. આવનારા સમયમાં કંપની આ પ્લેટફોર્મ પર કોઈપણ વધારે ચેનલને એડ કરી શકે છે. ગ્લોબલી સર્વિસ લાઈવ અને ડિમાંડ ટીવી સર્વિસ આપી રહ્યુ છે જે 800 ચેનલ્સ છે.
સેમસંગ કહ્યુ કે, સર્વિસની શરૂઆત થઈ ચૂકી છે. અને આ તે સેમસંગના ટીવી પર ઉપલબ્ધ હશે જેને 2017થી2021 વચ્ચે બનાવાય છે. તો એપ્રિલ થી જ ગેલેક્સી સ્માર્ટફોન યૂઝર્સ પણ પોતાના ફોન પર આ સર્વિસનો લુફ્ત ઉઠાવી શકે છે. જોકે, આ સર્વિસ ધીરે-ધીરે ટીવી અને સ્માર્ટફોન પર લોન્ચ કરાઈ રહી છે.
મોબાઈલ ફોન યૂઝર્સ ટીવી પ્લસને સેમસંગ ગેલેક્સી સ્ટોર અથવા ગૂગલ પ્લે સ્ટોર પરથી ખરીદી શકો છો. કંપનીનું કહેવુ છે કે, તે આ સર્વિસને 100 ટકા મફતમાં આપી રહી છે અને તેના માટે યૂઝર્સ પાસએથી કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં નહિ આવે. કંપની પોતાના 15 મિલિયન એક્ટિવ યૂઝર્સને આ સર્વિસ આપી રહી છે. એટલે કંઈ પણ જોવુ હોય તો તમે મફતમાં જોઈ શકો છો.
જણાવી દઈએ કે, ભારતમાં આજકાલ ઓટીટી પ્લેટફોર્મનો ટ્રેન્ડ ખૂબ વધી ગયો છે. આ બધું એવા સમયે શક્ય બન્યું છે જ્યારે લોકોના ઘરોમાં સ્માર્ટ ટીવી વધી રહ્યા છે, તેથી હવે ડેટા પ્લાનની કિંમત પણ ઘણી ઓછી છે. સેમસંગ ટીવી પ્લસ સીધી નેટફ્લિક્સ સાથે સ્પર્ધા કરશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31