Last Updated on March 27, 2021 by
અત્યારસુધી તમે પહેલા દહીં જમાવતા હશો અને બાદમાં તેને ફ્રીઝમાં રાખતા હશો. પરંતુ હવે આવું કરવાની કોઈ જરૂરત નથી. હવે આ ફ્રીઝ તમારી તમામ મુશ્કેલીભર્યુ કામ સરળતાથી કરી લેશે. એટલું જ નહી આ ખાસ ફ્રીઝમાં દહીં માટે અલગ એક સેક્શન બનાવવામાં આવ્યું છે. જેમાં તમારે દુધ રાખવાનું હોય છે અને બાકીનું આગળનું કામ ફ્રીઝ પોતે કરી દેશે.
દહીં જમાવવાની શું છે રીત ?
આ સેમસંગનુ ખાસ ફ્રીઝ છે. જેમાં દહીં બનાવવા માટે એક બોક્સ સેક્શન બનાવવામાં આવ્યું છે. જેમાં એક ડબ્બો હોય છે. જેમાં તમારે દૂધને રાખવાનું હોય છે. તમારા આ દૂધમાં થોડુ દહીં નાખીને રાખવાનું રહે છે. તે બાદ તેને કર્ડ સેક્શનમાં રાખવાનું હોય છે. આ કર્ડ સેક્શનમાં માત્ર દહીં માટે સ્પેશયલ ડિઝાઈન કરવામાં આવી છે. તેમાં તમે સરળતાથી દહીં જમાવી શકો છો. તેનાથી દહીં ખરાબ થવાનો કોઈ નથી રહેતો અને તેમાં તાપમાન દહીંના પ્રમાણે નિયત્રિત રહે છે અને દહીં જામે છે. આ પહેલું એવું ફ્રીઝ છે. જેમાં કર્ડ માટે સ્પેશયલ સેક્શન છે.
શું ખાસ છે આ ફ્રીઝમાં ?
આ ફ્રીઝ છે કર્ડ મૈસ્ટ્રો રેફ્રિજરેટર. સેમસંગ તરફથી અને વિતેલા વર્ષથી આ ફ્રીઝ લોન્ચ કર્યું હતું. કંપનીનું કહેવું છે કે, દહીં જમાવવા માટે આ ફ્રીઝ હવે 386 અને 407 લીટર ક્ષમતામાં ઉપલબ્ધ હશે. તેમાં કનવર્ટિબલ 5ઈન 1 ટેકનોલોજી, ટ્વિન કુલિંગ પ્લસ, ડિઝિટલ ઈનવર્ટર ટેકનોલોજી અને સ્ટેબિલાઈઝ ફ્રી ઓપરેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફ્રીઝને તમે ઓનલાઈન ઉપર પણ ખરીદી શકો છો. તેમાં ઘણા રંગો હશે. સેમસંગે દાવો કર્યો છે કે કર્ડ મૈસ્ટ્રોથી 6.5થી 7.5 કલાકમાં દહીં જમાવી દે છે. 6.5 કલાકમાં સોફ્ટ કર્ડ અને 7.5 કલાકમાં થિક કર્ડ તૈયાર કરી આપે છે.
કેટલી છે તેની કિંમતો ?
386 લીટર કેપેસિટીના 2 સ્ટાર મોડલની કિંમત 55,900 રૂપિયા અને 3 સ્ટાર મોડલની કિંમત 56,900 રૂપિયા છે. તો 407 લીટર કેપેસીટીવાળા 2 સ્ટાર વેરિઅન્ટની કિંમત 61,990 રૂપિયા અને 3 સ્ટાર વેરિઅન્ટની કિંમત 63,990 રૂપિયા છે. તેમાં ભારતીય યૂઝર્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. આ ડિઝિટલ ઈન્વર્ટર ટેકનીકની સાથે આવે છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31