Last Updated on March 22, 2021 by
કેન્દ્ર સરકાર નોકરિયાત વર્ગ માટે ટૂંક સમયમાં જ એક નવી જ વ્યવસ્થા શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આ અંતર્ગત કર્મચારીઓને એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ (EPF) ની જેમ જ નોકરી બદલવા પર ગ્રેચ્યુટી ટ્રાન્સફર (Gratuity Transfer) નો પણ મોકો મળી શકે છે. એ માટે કેન્દ્ર સરકાર, કર્મચારી યુનિયન અને ઇન્ડસ્ટ્રીની વચ્ચે વર્તમાન ગ્રેચ્યુટી સ્ટ્રક્ચમાં ફેરફાર પર સહમતિ બની ગઇ છે. હવે ગ્રેચ્યુટી ટ્રાન્સફરને સોશિયલ સિક્યોરિટી કોડ (Social Security Code) સાથે જોડાયેલા નિયમોમાં પણ શામેલ કરવામાં આવશે.
આગામી મહીને આવી શકે છે અંતિમ સૂચના
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, હવે પ્રોવિડન્ટ ફંડની જેમ જ નોકરીયાત લોકોને પણ ગ્રેચ્યુએટી ટ્રાન્સફરનો વિકલ્પ મળશે. ગ્રેચ્યુટી પોર્ટેબિલિટી પર ઉદ્યોગ અને કર્મચારી યુનિયનોમાં સહમતિ બન્યા બાદ નોકરી બદલવા પર ગ્રેચ્યુઇટી ટ્રાન્સફરની વ્યવસ્થા લાગુ થઇ જશે. આ સાથે પીએફની જેમ જ દર મહિને ગ્રેચ્યુઇટી ફાળો આપવાની સહમતિ પણ બની ગઇ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શ્રમ મંત્રાલય-યુનિયન-ઉદ્યોગની બેઠકમાં આ સહમતિ બની છે. ગ્રેચ્યુટીને સીટીસીનો આવશ્યક ભાગ બનાવવાનો પણ પ્રસ્તાવ છે. આ જોગવાઈને સામાજિક સુરક્ષા સંહિતાના નિયમમાં શામેલ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે તેની પર અંતિમ સૂચના એપ્રિલ 2021 માં શક્ય છે.
ઇન્ડસ્ટ્રી વર્કિંગ ડે વધારવા પર નથી સહમત
ગ્રેજ્યુટી માટે વર્કિંગ ડે વધારવા પર ઇન્ડસ્ટ્રીની સહમતી નથી મળી, ઇન્ડસ્ટ્રી ગ્રેજ્યુટી માટે વર્કિંગ ડે 15 દિવસથી થી 30 દિવસ કરવાના પ્રસ્તાવ પર અસહમત છે, જણાવી દઈએ કે કોઈ પણ કંપની સતત 5 વર્ષ સુદી કામ કરનાર કર્મચારીને સેલરી પેંશન અને પ્રોવિડંડ ફંડ ઉપરાંત જે પૈસા મળે છે તેને ગ્રેજ્યુટી કહે છે. તેનો એક નાનો હિસ્સો કર્મચારીની સેલરીમાંથી કાપવામાં આવે છે. તો, ગ્રેજ્યુટીનો મોટો હિસ્સો કંપની પોતાના તરફથી આપવામાં આવે છે. આ કંપની માટે એક લોન્ગ ટર્મ બેનિફિટ હોય છે.
આ રીતે નક્કી થાય છે ગ્રેજ્યુટીની રકમ
કોઈ પણ કર્મચારીને મળતી ગ્રેજ્યુટી 2 વાતો પર નિર્ભર કરે છે. પહેલી, કર્મચારીએ કેટલા વર્ષ એક મ જ કંપનીમાં કામ કર્યું છે, એક જ કંપનીમાં ઓછામાં ઓછા 5 વર્ષ સુધી કામ કરતા કર્મચારીને ગર્જ્યુંતી મળે છે. હાલના સમયમાં ગ્રેજ્યુટીની રકમ નક્કી કરવા માટે એક નિશ્ચિત ફોર્મ્યુલા છે. આ મુજબ, (વધુમાં વધુ સેલેરી)x(15/26)x(5)= ગ્રેજ્યુટી. હવે માની લૈયે કે કર્મચારીની અંતિમ સેલરી 50 હાજર રૂપિયા છે તો તેની ગ્રેજ્યુટીની ગણતરી ફોર્મ્યુલા મુજબ (50,000) x (15/26) x (5)= 1,44,230 થાય. ગ્રેજ્યુટીના ફોર્મ્યુલામાં મહિનાના 26 દિવસ જ રાખવામાં આવે છે, કારણ કે 4 દિવસની રજા ગણવામાં આવે છે. તો સાથે જ એક વર્ષમાં 15 દિવસના આધારે ગ્રેજ્યુટીની ગણતરી કરવામાં આવે છે. બીજું, તેની અંતિમ સેલરીમાં બેઝિક સેલરી અને મોંઘવારી ભથ્થું કેટલું છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31