GSTV
Gujarat Government Advertisement

સલાહ/ સલાડ ખાવું સ્વાસ્થ્ય માટે લાભદાયી પણ રાખજો સાવધાની નહીં તો ફૂડપોઈઝનિંગનો બનશો ભોગ, ભૂલથી પણ આ સમયે ના ખાશો

Last Updated on February 27, 2021 by

સલાડ ખાવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી અને ફાયદાકારક છે પરંતુ તમારામાંથી મોટાભાગના લોકો જાણતા નથી કે સલાડ ખાવાની સાચી રીત કઇ છે? આ કારણથી તમારા સ્વાસ્થ્ય પર તેની ઊંડી અસર પડે છે અને આ તમારા માટે નુકશાનકારી સાબિત થઇ શકે છે. તમારે ખાસ કરીને વરસાદની ઋતુમાં સલાડ ખાવાનું ટાળવું જોઇએ. જો તમે તેમાં જરા પણ બેદરકારી રાખી તો તમને ફૂડ પોઇઝનિંગ જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

ક્યારે ખાશો સલાડ?

જો તમે ડાયટીશિયનને પૂછશો તો તે તમને જમવાની સાથે સલાડ ખાવાની સલાહ આપશે જ નહીં. જો તમે મોટાભાગે આમ કરો છો તો તમારા સ્વાસ્થ્યને ઘણુ નુકશાન ભોગવવું પડી શકે છે. ડાયટીશિયન સલાહ આપે છે કે સલાડને જમતાં પહેલા ખાઇ લો. તમે ભોજન કરવાના અડધા કલાક અથવા તો એક કલાક પહેલા સલાડને ખાઇ શકો છો.

હકીકતમાં તેની પાછળનું કારણ એ છે કે તમને ભોજન કરવી વખતે ભૂખ ઘણી ઓછી લાગે છે. આ કારણથી તમે ભોજનમાં કાર્બોહાઇડ્રેટ ઓછુ લો છો. આ તમારા વજનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ સાથે જ તમારા શરીરને તેમાંથી કેટલુય પ્રોટીન, ફાઇબર, વિટામિન અને મિનરલ્સ મળે છે.

આ વાતોનું વિશેષ ધ્યાન રાખો

જો ફૂડ એક્સપર્ટ્સનું માનીએ તો સલાડમાં મીઠું ક્યારેય ન નાખવું જોઇએ. જો તમે મીઠું નાંખીને જ તેને ખાવાનું પસંદ કરો છે તો પ્રયત્ન કરો કે તેની સાથે કાળા અથવા તો સિંધવ મીઠાનો ઉપયોગ કરો. જો કે, વધુ સમય પહેલાંથી કાપીને મુકેલા સલાડનું સેવન પણ ન કરવું જોઇએ. ચોમાસાની ઋતુમાં બેક્ટેરિયા ખૂબ જ વધારે એક્ટિવ થાય છે આ સાથે સલાડને ક્યારેય પણ વધારે સમય માટે ખુલ્લુ ન છોડવું જોઇએ. ખાસ કરીને રાત્રે સલાડનું સેવન કરવાથી બચવું જોઇએ. કાકડીનું સેવન રાત્રે તો ન જ કરવું જોઇએ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો