GSTV
Gujarat Government Advertisement

ફફડાટ/ ભાજપ સરકારના છ પ્રધાનોને ‘જર્કિહોલીની ગંદી ટેપ’ ની ચિંતા, કોર્ટ પહોંચતાં મોદી સરકારના મંત્રી થયા નારાજ

પ્રધાનો

Last Updated on March 8, 2021 by

સેક્સ ટેપના કારણે રમેશ જકહોલીએ રાજીનામું ધરી દીધું પછી કર્ણાટકમાં યેદુરપ્પા સરકારના પ્રધાનોમા જોરદાર ફફડાટ છે. બીજી તરફ ભાજપ હાઈકમાન્ડ પણ નારાજ છે. ફફડાટનું કારણ જર્કિહોલીની સેક્સ ટેપ બહાર પાડનારા સામાજિક કાર્યjકરો દિનેશ કલ્લાહલ્લી અને રાજશેખર મુલાલીની ચીમકી છે.

પ્રધાનો

ધડાકા કરવાની ચીમકી આપતાં યેદુરપ્પા સરકારના છ પ્રધાનોએ તો કોર્ટમાં ધા નાંખી

કલ્લાહલ્લી-મુલાલીની જોડીએ દાવો કર્યો છે કે, તેમની પાસે હજુ બહુ વિસ્ફોટક સામગ્રી છે કે જેના કારણે હજુ ઘણાં મોટાં માથાં ખરશે. બંનેએ યોગ્ય સમયે ધડાકા કરવાની ચીમકી આપતાં યેદુરપ્પા સરકારના છ પ્રધાનોએ તો કોર્ટમાં ધા નાંખી છે. કોંગ્રેસ અને જેડીએસ છોડીને ભાજપમાં આવેલા આ પ્રધાનોએ પોતાની સામે કોઈ બદનક્ષીકારક સામગ્રી બહાર પાડવા સામે આગોતરો સ્ટે આપવા કોર્ટને વિનંતી કરી છે.

પ્રધાનો

સદાનંદ ગૌડાએ આ હરકત સામે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી

ભાજપ હાઈકમાન્ડ માને છે કે, આ પ્રધાનો ‘ચોર કી દાઢી મેં તિનકા’ કહેવતને સાચી ઠેરવી રહ્યા છે. કોર્ટમાં જઈને તેમણે આડકતરી કબૂલાત કરી લીધી છે કે, તેમની વિરૂધ્ધ ઉપયોગ કરી શકાય એવ સામગ્રી છે. કેન્દ્રીય પ્રધાન સદાનંદ ગૌડાએ આ હરકત સામે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો