GSTV
Gujarat Government Advertisement

Belarus : આ ટીવી સ્ટારે સુંદરતા વધારવા માટે કરાવી Cosmetic Surgery, હવે સડવા લાગ્યું નાક

Last Updated on March 17, 2021 by

ડેલી મેલના રિપોર્ટ પ્રમાણે 29 વર્ષની એનાસ્તસિયા બલિંસ્કયા યુરોપીય દેશ બેલારૂસમાં રહેનારી છે અને રશિયન રિયાલિટિ ટીવી શો હાઉસ-2માં નજરે આવી છે.

એનાસ્તસિયા બલિંસ્કયા Anastasia Balinskayaએ ઈન્સ્ટગ્રામમાં પોસ્ટના માધ્યમથી ફેંસ પાસે મદદ માંગી હતી અને પૈસા ડોનેટ કરવા માટે કહ્યું હતું કારણ કે તે બીજી વખત સર્જરી કરાવી શકે.

એનાસ્તસિયા બલિંસ્કયા Anastasia Balinskayaએ જણાવ્યું હતું કે, તેણે કેટલાક વર્ષો પહેલા કોસ્મેટિક સર્જરી કરાવી હતી. પરંતુ સર્જરીમાં ગડબડી થવાના કારણે તેની સાથે સમસ્યા શરૂ થઈ ગઈ છે. અને તેનું નાક સડવા લાગ્યું છે.

એનાસ્તસિયા બલિંસ્કાયા Anastasia Balinskayaએ જણાવ્યું હતું કે, કોસ્મેટિક સર્જરી કરાવ્યા બાદ તેના નાકમાં ઘણો સોજો આવ્યો હતો. અને તેણીએ નાક બચાવવા માટે હવે બીજી વખત સર્જરી કરાવવાની જરૂરત છે.

ડોક્ટરોએ એનાસ્તસિયા બલિંસ્કયા Anastasia Balinskayaને બે મહિનાની અંદર બીજી વખત સર્જરી કરવાની સલાહ આપી છે. જો સર્જરી કરવામાં નહીં આવે તો તેનું નાક સમગ્ર રીતે સડી જશે.

એનાસ્તસિયા બલિંસ્કયા Anastasia Balinskayaના ઈન્સ્ટાગ્રામ ઉપર ડોઢ લાખ કરતા પણ વધારે ફોલોઅર્સ છે અને તે સોશિયલ મીડિયા પણ ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ ઉપર ફોટો શેર કરતા તેણે જણાવ્યું હતું કે ટ્રિંટમેન્ટ કરાવવા માટે તેની પાસે પૈસા નથી અને તે લોન પણ લઈ શકતી નથી. તે બાદ તેણીએ ફેન્સને મદદ કરવા માટે અપીલ કરી છે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો