Last Updated on March 19, 2021 by
કેન્દ્ર સરકાર નવા શ્રમ કાયદા હેઠળ દેશમાં કંપનિઓમાં કર્મચારીઓ માટે કેન્ટીન જરૂરી કરવા અને સરકારી યોજનાઓને મજબૂતીથી લાગુ કરવા માટે વેલફેયર ઓફિસરોની નિમણૂંક કરવાનો નિયમ નક્કી કરી દેવામાં આવ્યો છે. સરકાર આ નવા નિયમોથી દેશમાં 1 એપ્રિલથી લાગુ કરવાની તૈયારીમાં છે.
કેન્દ્ર સરકાર તરફથી વિતેલા વર્ષમાં જાહેર કરેલી વ્યવસાયિક સુરક્ષા, સ્વાસ્થ્ય અને કાર્યદશા સંહિતા 2020માં આ અંગે ખાસ જોગવાઈ કરી છે. જેમાં તમામ હિતધારકોની સાથે ચર્ચા બાદ લાગુ કરવામાં આવી શકે છે. નવા શ્રમ કાયદામાં થનારા મહત્વના ફેરફારમાં 100 કર્મચારીઓ કરતા વધારે કર્મચારીઓ હોય તેવી કંપનીઓને કેન્ટીન રાખવી જરૂરી બનશે. કર્મચારીઓી આ સંખ્યામાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ કંપનીઓને વેલફેયર ઓફિસરની નિમણૂંક કરવાની રહેશે અને તમામ કારીગરોને સરકારી યોજનાઓનો પૂરો ફાયદો મળશે. તે સિવાય સરકારે પ્રવાસી મજૂરોના હિતને ધ્યાનમાં રાખીને પણ ઘણા નિયમો લાગુ કરશે જો કંપની તેને સાઈટ ઉપર લઈ જઈ રહી છે અને કામ પૂર્ણ થયા બાદ તે ઘરે પરત ફરી રહ્યાં છે તો તેમને મુસાફરી ભથ્થુ પણ દેવું પડશે.
ઓવરટાઈમના નિયમોમાં પણ ફેરફાર
આ ઉપરાંત ઓવરટાઈમના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમોમાં કામકાજના કલાકો બાદ જો કર્મચારી 15 મિનિટથી વધારે કામ કરે છે તો તેને ઓવરટાઈમ માનવામાં આવશે. પહેલા તે અડધા કલાકનો નિયમ હતો. કર્મચારી કોન્ટ્રાક્ટ ઉપર હોય કે પછી સ્થાઈ તેના ઉપર સતત પાંચ કલાકથી વધારે કામનું દબાણ નહીં બનાવવા માટે જોગવાઈ પણ નક્કી કરવામાં આવી છે. કંપનીએ તેને દર પાંચ કલાકે અડધા કલાકનો બ્રેક આપવો જરૂરી છે. સાથે જ બ્રેકનો સમય પણ કામકાજના કલાકમાં જોડવામાં આવશે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31