GSTV
Gujarat Government Advertisement

RSS માં ભૈયાજી જોશીની જગ્યાએ દત્તાત્રેય હોસબોલેને સરકાર્યવાહની સોંપાઈ જવાબદારી, હજુ પણ થશે આ મોટા બદલાવ

Last Updated on March 20, 2021 by

બેંગલુરુમાં આરએસએસના અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે. સંઘમાં સરકાર્યવાહ(મહાસચિવ) ની ચુંટણી થઈ ગઈ છે. જેમાં સુરશે ભૈયાજી જોશીની જગ્યાએ દત્તાત્રેય હોસબોલેને સરકાર્યવાહ ની જવાબદારી સોંપાઈ છે. દત્તાત્રેય હોસબાલે 2009થી સહ સરકાર્યવાહની જવાબદારી સંભાળી રહ્યા હતા.

સુરેશ ભૈયાજી જોશી છેલ્લા 12 વર્ષથી આ જવાબદારીનું વહન કરી રહ્યા હતા

નવા સરકાર્યવાહ ની જવાબદારી દત્તાત્રેય હોસબોલેને મળવાની સાથે મનાઈ રહ્યું છે કે સંઘના અગ્રણી જગ્યાઓ પર પણ મોટા પ્રમાણમાં બદલાવ થઈ શકે છે. સુરેશ ભૈયાજી જોશી છેલ્લા 12 વર્ષથી આ જવાબદારીનું વહન કરી રહ્યા હતા.

સુરેશ સોની સહિત 6 લોકો સહસરકાર્યવાહની જવાબદારી સંભાળે છે

માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ સહ સરકાર્યવાહ સુરેશ સોની પણ સ્વાસ્થ્યના કારણો કર સહ સરકાર્યવાહના પદથી મુક્ત કરવામાં આવી શકે છે. તેમની જગ્યાએ નવા સહ સહકાર્યવાહની નિયુક્તિ થઈ શકે છે. હાલમાં સંઘમાં સુરેશ સોની સહિત 6 લોકો સહસરકાર્યવાહની જવાબદારી સંભાળે છે જેમાં દત્તાત્રેય હોંસબાલે, કૃષ્ણગોપાલ, વિ ભગૈય્યા, મુકુંદ સીઆર, મનમોહન વૈદ્ય છે.

અરુણ કુમારને પ્રમોશન કરીને સહસરકાર્યવાહની જવાબદારી સોંપાઈ શકે

સુત્રો મુજબ અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ અરુણ કુમારને પ્રમોશન કરીને સહસરકાર્યવાહની જવાબદારી સોંપાઈ શકે છે. અરુણ કુમારની જગ્યાએ સુનિલ અમ્બેકરને અખિલ ભારતીય પ્રચાર પ્રમુખની જવાબદારી પણ આપી શકાય છે. સંઘના સુત્રો મુજબ સંઘથી બીજેપીમાં ગયેલા પૂર્વ બીજેપી મહાસચિવ રામ માધવની સંઘમાં વાપશી થઈ શકે છે. તેને સંઘના વિદેશ વિભાગમાં મોટી જવાબાદારી સોંપાઈ શકે છે. આ ઉપરાંત કેટલાય ક્ષેત્રિય પ્રચારકો, પ્રાંત પ્રચારકો સહિત વિવિધ પદો પર મોટા પ્રમાણમાં બદલાવ થઈ શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો