GSTV
Gujarat Government Advertisement

રૂપિયાનું પણ દુખ/ 80 લાખની લોટરી લાગતાં રાજીના રેડ થવાને બદલે ગભરાઈ ગયો મજૂર, જાણો શું છે કારણ

80

Last Updated on March 8, 2021 by

પશ્ચિમ બંગાળના પ્રતિભા મંડલ લગભગ ચાર વર્ષ પહેલાં પરિવારના પાલન પોષણ માટે કેરળ આવ્યા હતા. તેણે ક્યારેય કોઇ મોટું સ્વપ્ન જોયું ન હતું. બાંધકામનું કામ કરનારાએ કદી કલ્પના પણ કરી ન હતી કે તે એક દિવસ કરોડપતિ બની જશે. પરંતુ તાજેતરમાં જ જ્યારે લોટરીનાં પરિણામો જાહેર થયાં ત્યારે મંડલ આને લઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને તે ડરી પણ ગયો. તેની લોટરીની ટિકિટ PC 359410 એ ડ્રોમાં 80 લાખ રૂપિયાનું પહેલું ઇનામ જીત્યું.

80

80 લાખની લોટરી લાગતા મજૂરે પોલીસ સુરક્ષાની માંગ કરી

આ પછી તિરુવનંતપુરમમાં મજુરી કરતા મંડલ ભયભીત થઈ ગયા અને પોલીસ પાસે ગયા અને ત્યાં જઇને સુરક્ષાની માંગ કરી. અહીં પોલીસે તેમને ખાતરી આપી અને વિજેતા ટિકિટને બેંકમાં જમા કરાવવામાં મદદની ઓફર કરી. પોલીસે જાણ કરતાં કેનેરા બેંકના અધિકારીઓ પોલીસ સ્ટેશને દોડી ગયા અને ટિકિટને લોકરમાં રાખવા માટે સહેમત થયા.

80

લોટરીની ટિકિટ લેતો હતો અને જ્યારે એજન્ટે તેને ખુશખબર જણાવી ત્યારે તેને સુખદ આશ્ચર્ય થયું.

કેરળમાં મંડલ જેવા મોટાભાગના મજુરો પાસે બેંક એકાઉન્ટ્સ કે પાનકાર્ડ નથી. પોલીસે તેને બેંક ખાતું ખોલવા કહ્યું. બાદમાં મંડલે સ્થાનિક મીડિયાને કહ્યું કે તે ઘણીવાર મનોરંજન માટે લોટરીની ટિકિટ લેતો હતો અને જ્યારે એજન્ટે તેને ખુશખબર જણાવી ત્યારે તેને સુખદ આશ્ચર્ય થયું.

જ્યારે તેમની ભાવિ યોજનાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે, 44 વર્ષીય મજુરે કહ્યું કે તે એક નવું મકાન બાંધવા માંગે છે અને તેના એકમાત્ર પુત્રની સારી રીતે સાર-સંભાળ રાખવા માંગે છે. તેની પત્ની 3 વર્ષ પહેલા તેને છોડી ગઈ હતી. મંડલે કહ્યું કે તે હંમેશની જેમ જીવન જીવી લેશે અને કેરળમાં કામ કરવાનું ચાલુ રાખવું કે પોતાના વતન ગામ પાછા જવું તે અંગે હજી નિર્ણય લીધો નથી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો