GSTV
Gujarat Government Advertisement

જલ્દી કરો/ 10 પાસ માટે રેલવેમાં નોકરીનો શાનદાર મોકો, વગર પરીક્ષાએ 680 પદો પર થશે ભરતી

રેલવે

Last Updated on March 24, 2021 by

RRB Recruitment 2021, Sarkari Naukri: રેલવે ભરતી બોર્ડ, પશ્વિમ મધ્ય રેલવેએ રેલવેમાં ઇંટર્નશિપ કરવા માટે ઇચ્છુક અને યોગ્ય ઉમેદવારોને આમંત્રિત કરતાં એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નોટિફિકેશન અનુસાર કુલ 680 પદો છે. ઇચ્છુક ઉમેદવાર ઑફિશિયલ વેબસાઇટ wcr.indianrailways.gov.in પર વિઝિટ કરીને અરજી કરી શકે છે. ઑનલાઇન એપ્લિકેશનની પ્રોસેસ 5 એપ્રિલે બંધ થઇ જશે. એપ્લિકેશન માટે જરૂરી યોગ્યતાઓ સહિત અન્ય જાણકારીઓ અહીં ચેક કરો.

શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર 10+2 પ્રણાલી અંતર્ગત ધોરણ 10માં તેના સમકક્ષ કુલ 50 ટકા ગુણ સાથે પાસ હોવો જરૂરી છે. ઉમેદવારને NCVT/SCVT દ્વારા માન્યતા પ્રાપ્ત કોઇ સંસ્થા સાથે સંબંધિત ટ્રેડમાં ITI પાસ પણ હોવુ જરૂરી છે.

વય મર્યાદા

ઉમેદવારોની વય મર્યાદા 15થી 22 વર્ષ નિર્ધારિત છે. ફ્રેશર્સ પૂર્વ- IT, MLT માટે વય મર્યાદા 24 વર્ષ સુધી છે. જો કે રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને સરકારી માપદંડો અનુસાર મહત્તમ વયમર્યાદામાં છૂટ મળશે.

રેલવે

સિલેક્શન પ્રોસેસ

ઉમેદવારોનું સિલેક્શન ધોરણ 10 અને ITI પરીક્ષામાં માર્ક્સની સરેરાશના આધારે કરવામાં આવશે. ફ્રેશર્સ માટે SSLC/ મેટ્રિકમાં ઉમેદવારો દ્વારા પ્રાપ્ત અંકોની સરેરાશના આધારે સિલેક્શન થશે.

એપ્લીકેશન ફીસ

સામાન્ય/OBC કેટેગરીના ઉમેદવારોને 100 રૂપિયા એપ્લિકેશન ફીસ ચુકવવી પડશે. રિઝર્વ કેટેગરી તથા મહિલા ઉમેદવારોએ કોઇ ફીસ ચુકવવાની નથી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો