Last Updated on February 28, 2021 by
તેલંગણામાં બનેલી એક વિચિત્ર ઘટનામાં કૂકડાના હૂમલા બાદ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતુ. જે પછી કૂકડાને પોલીસ કસ્ટડીમાં બંધ કરી દેવામાં આવ્યો છે. જગતિયાલ જિલ્લામાં આવેલા યેલ્લામ્મા મંદિરમાં યોજોયલી કૂકડાની લડાઈ યોજવા દરમિયાન ઘટના બની હતી. લડાઈમાં ભાગ લેવા માટે લવાયેલા કૂકડાના પગમાં ધારદાર છરી બાંધેલી હતી. અચાનક છૂટેલા કૂકડાએ લડાઈ જોવા આવેલી 45 વર્ષની વ્યક્તિ પર હૂમલો કરતાં તેનું મોત થયું હતુ. લોથુનુર નામના ગામડામાં તારીખ 22 ફેબુ્રઆરીના રોજ કૂકડાની ગેરકાયદે લડાઈનું આયોજન કરવામાં આવ્યું હતુ.
લડાઈ માટે લાવેલા કૂકડાએ વ્યક્તિ પર હૂમલો કર્યો
આ દરમિયાન લાવવામાં આવેલો એક કૂકડો અચાનક પકડમાંથી છુટી ગયો હતો અને તેના પગમાં ધારદાર છરી બાંધેલી હતી. આ કૂકડાએ થાનુગુલ્લા સતિષ નામના વ્યક્તિ પર હૂમલો કર્યો હતો અને તેની જાંઘમાં ઊંડા ઘા પડયા હતા. જેના કારણે લોહી વહેવા માંડયું હતુ.
કૂકડાના પગમાં બાંધેલી ધારદાર છરી વાગતાં વ્યક્તિની જાંઘમાં ગંભીર ઈજા : સારવાર માટે લઈ જતાં મોત
સતિષને લોહી નિંગળતી હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, રસ્તામાં જ તેનું મોત થયું હતુ. તેલંગણામાં કૂકડાની લડાઈ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે પોલીસે એક વ્યક્તિની સાથે કૂકડાને પણ પકડી લીધો હતો અને તેને ગોલાપાલી પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો.
જ્યાં હાલમાં તેને બાંધી રાખવામાં આવ્યો છે અને તેને દાણાં-પાણી પણ પૂરા પાડવામાં આવી રહ્યા છે. ગોલાપાલી સ્ટેશનના એસએચઓ બી.જીવને જણાવ્યું કે, અમે પક્ષીની ધરપકડ કે અટકાયત થતી નથી. હાલમાં અમે તેને અમારી પાસે રાખ્યો છે. હવે કોર્ટમાં તેને રજૂ કરવામાં આવશે અને ત્યાર બાદ શું કરવું એ જજ નક્કી કરશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31