Last Updated on March 27, 2021 by
ભારતમાં મુખ્ય ચૂંટણી આયુક્ત સુનિલ અરોરાએ સંભાવના વ્યક્ત કરી છે કે આવતી લોકસભાની ચૂંટણી(2024) સુધી દેશને રિમોટ વોટિંગનો ઓપ્શન મળી શકે છે. હૈદરાબાદની સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીમાં પ્રોબેશનરી આઇપીએસ ઓફિસરો સાથે વાતચીત દરમિયાન જયારે સીઇસી સુનિલ અરોરાને પૂછવામાં આવ્યું કે શું આયોગ નાગરિકો માટે રિમોટ જગ્યાથી વોટ કરવાની સુવિધાના લિહાજે એપ આધારિત ઈ-વોટિંગ શરુ કરવાની દિશા તરફ કામ કરી રહી છે ?
એના જવાબમાં તેમણે કહ્યું કે, ‘અમે આઈઆઈટી-મદ્રાસ, ચેન્નાઇ અને કેટલાક જાણીતા વૈજ્ઞાનિક સાથે બ્લોકચેન પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. અમને પુરી ઉમ્મીદ છે કે 2024ની લોકસભાની ચૂંટણી સુધીમાં ચૂંટણીની કામ કરવાની રીતમાં વ્યાપક ફેરફાર જોશું.’
શું છે ‘બ્લોકચેન ટેક્નિક.?
બ્લોક ચેન એક પ્રકારની સૂચનાઓને રેકોર્ડ કરવાની પ્રણાલી છે જે સિસ્ટમને બદલાવ, હેક અથવા છેતરપિંડી કરવા અસંભવ બનાવી દે છે. એક બ્લોકચેન ટ્રાન્ઝેક્શનનું એક ડિજિટલ લેઝર છે. આ ટેક્નિકમાં ડેટા કોઈ સેન્ટ્રલ સર્વરમાં સ્ટોર થતા નથી પરંતુ, હજારો કોમ્પ્યુટર્સમાં અલગ-અલગ સ્ટોર થાય છે.
બ્લોકચેન ટેકનોલોજી પર આધારિત આ સુવિધાનો ઉપયોગ કરવા માટે, મતદારોએ પૂર્વનિર્ધારિત સમયગાળા દરમિયાન પૂર્વ નિર્ધારિત સ્થળે પહોંચવું પડશે. ત્યાં બાયમેટ્રિક હાજરી લીધા પછી અને વેબ કેમેરા પર ફોટોગ્રાફ લીધા પછી, તેઓને તેમના મત આપવાની મંજૂરી આપવામાં આવશે. અરોરાએ કહ્યું કે ચૂંટણી પંચ વિવિધ વિકલ્પો પર વિચાર-વિમર્શ કર્યા પછી આવા મતદાનના અંતિમ મોડેલને આકાર આપશે. આ પહેલા રાજકીય પક્ષો અને અન્ય સંબંધિત લોકો સાથે પરામર્શ કરવામાં આવશે.
રિમોટ વોટિંગનો મતલબ ઘરે બેસીને અથવા ઇન્ટરનેટથી મત આપવો એવું નથી.
ભારતનું ચૂંટણી પંચ એક એવી ટેક્નિક પર કામ કરી રહ્યું છે કે જેના દ્વારા દૂર-દૂરના વિસ્તારોમાં રહેતા મતદારોને પોતાનો મત આપવા માટે નિયુક્ત મતદાર કેન્દ્ર પર જવું નહીં પડે. જો કે, ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે રિમોટ વોટિંગનો અર્થ ઇન્ટરનેટ આધારિત મતદાન અથવા ઘરે બેઠા વોકિંગ કરવું એવું બિલકુલ નથી.
તમે વિચારી રહ્યા હશો કે ફરી રિમોટ વોટિંગનો વિકલ્પ કયા રૂપમાં મળશે ? આ અંગે નક્કર અને સ્પષ્ટ જાણકારી મળી શકશે જ્યારે ચૂંટણી પંચ રિમોટ વોટિંગ કોન્સેપ્ટનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ એમ પણ કહ્યું છે કે જો પાયલોટ પ્રોજેક્ટ સફળ થશે તો ઇન્ટરનેટ દ્વારા મતદાન શક્ય બનશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31