GSTV
Gujarat Government Advertisement

ચોંકતા નહીં/ હવે અહીં સ્કૂલોમાં બાળકોને ભણાવાશે પ્રેમનાં પાઠ, શિક્ષકો સમજાવશે જલદી લગ્ન કરવાના ફાયદાઓ

Last Updated on March 11, 2021 by

ચીનમાં કંઈપણ થઈ શકે છે. હવે ચાઇનીઝ સ્કૂલોમાં રોમાંસના પાઠ ભણાવાશે અને વિદ્યાર્થીઓને વહેલા લગ્ન કરવાના ફાયદાઓ શિખવાડાશે. દર વર્ષે આ દેશમાં એક મોટી સંખ્યામાં લોકો ‘two sessions’ નામના એક સંમેલનમાં એક અઠવાડિયા સુધી મળે છે. આ પ્રતિનિધિ મંડળ ચીનના સાંસ્કૃતિક મૂલ્યો, સામાજિક મૂલ્યો અને દેશની સેલિબ્રીટી પર પણ ચર્ચા કરે છે અને સામાજિક નીતિમાં પરિવર્તન માટે તેમના સૂચનો આગળ ધરે છે.

ઘણીવાર આ પરિષદમાં ઉભા થયેલા મુદ્દાઓ ચર્ચાનો વિષય બને છે.

મંગળવારે મળેલી બેઠકમાં આવા જ કેટલાક મુદ્દાઓ ઉભા કરવામાં આવ્યા હતા, જેને લઈને ચાઇનાના સોશિયલ મીડિયામાં ચર્ચા ફેલાઇ છે. આ વખતે સૌથી ચર્ચિત મુદ્દો હતો સમાજમાં મહિલાઓ અને પુરુષોની ભૂમિકા. આ વખતે ચીનના નાગરિકો બે જૂથોમાં વહેંચાયેલા જોવા મળી રહ્યા છે. ઘણા લોકો માને છે કે આવી નીતિ ચીનના યુવાનો પર વધારાના દબાણ લાવશે.

શાળાઓમાં રોમાંસ શીખવવામાં આવશે

દર વર્ષે આ પરિષદ માટે હજારો દરખાસ્તો મોકલવામાં આવે છે. પરંતુ આ વખતે, જે ખૂબ જ ચર્ચાનો વિષય બની છે, તે મહિલાઓની ભૂમિકા વિશે છે. આ પ્રસ્તાવ મુજબ ચીન મહિલાઓને ફક્ત ઘર સુધી મર્યાદિત રાખવા માંગે છે. આ માટે, મહિલા અને પુરુષ બંને માટે લગ્નની ઉંમર ઘટાડીને 18 વર્ષ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. એટલું જ નહીં, શાળાના અભ્યાસક્રમમાં રોમાંસ અને લગ્ન જેવા વિષયોનો સમાવેશ કરવાનું પણ વિચારવામાં આવી રહ્યું છે. ચીની મહિલાઓએ આ અંગે સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો કાઢ્યો છે. મહિલાઓનું માનવું છે કે સરકાર ઇચ્છે છે કે છોકરીઓ લગ્ન કરે અને શાળા છોડ્યા પછી જ બાળકો પેદા કરે.

કુટુંબ વધારવા માટે મુક્તિ અપાશે

આટલું જ નહીં, આ પરિષદમાં સગર્ભા સ્ત્રીઓ માટે પ્રસૂતિ રજા વધારવાનું પણ માનવામાં આવી રહ્યું છે. આ સિવાય ફેમિલી પ્લાનિંગ પોલિસીમાં પણ છૂટનો વિચાર કરવામાં આવી રહ્યો છે. ઘણા લોકો માને છે કે આનાથી અપરિણીત મહિલાઓ પર વધારાના કામનું દબાણ આવશે. તેઓને લાગે છે કે સરકાર ઇચ્છે છેકે, મહિલાઓ ફક્ત બાળકો પેદા કરે અને તેમના ઘરની સંભાળ રાખે.

read also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો