Last Updated on March 6, 2021 by
દેશમાં તાજેતરમાં પેટ્રોલ, ડિઝલ, રાંધણગેસ, વિમાની સફરમાં વપરાતા એવીએશન ટર્બાઈન ફયુઅલ વિ.ના ભાવમાં ટૂંકા ગાળામાં નોંધપાત્ર વૃધ્ધિ થયા પછી કેન્દ્ર સરકારે એકસાઈઝ ઘટાડાશે એવો સંકેત આપ્યો હતો અને આ સંકેત પાછળ ભાવ નીચા આવવાની આશા જન્મી હતી.ઓપેકે ક્રૂડ ઉત્પાદનનો કાપ લંબાવ્યો છે. જેને પગલે પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળવાના એંધાણ છે. ક્રૂડ ઉત્પાદન દેશોએ ભારતની અપીલો ફગાવતાં હવે સરકાર પાસે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ઘટાડવો એ જ એકમાત્ર વિકલ્પ છે. એપ્રિલ સુધી કાપના નિર્ણયને પગલે બ્રેન્ટ ક્રૂડ 2 દિવસમાં 4 ડોલર ઉછળીને 68.27 ડોલરે પહોંચી ગયો છે. સાઉદીએ ભારતને સ્પષ્ટ જવાબ આપ્યો છે કે ભારતે જે ક્રૂડ ઓઈલના ભંડાર સસ્તા ભાવે ભરીને રાખ્યા છે એમાંથી પ્રજાને આપીને સરકારે રાહત આપવી જોઈએ.
પરંતુ આજે મળેલા નિર્દેશો મુજબ વિશ્વબજારમાં ક્રૂડ તેલના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે એ જોતાં ઘરઆંગણે એકસાઈઝ ઘટશે તો પણ ભાવમાં કેટલો ઘટાડો થઈ શકશે એ વિશે જનતામાં મુંઝવણ ઉભી થયાની ચર્ચા સંભળાઈ હતી. સરકાર પાસે હવે માત્ર ટેક્સ ઘટાડા સિવાય કોઈ વિકલ્પ નથી.
વિશ્વબજારમાં આજે ક્રૂડ તેલના ભાવમાં પાંચથી છ ટકાનો ઉછાળો આવ્યો હતો. ક્રૂડતેલના વૈશ્વિક ભાવ બેરલદીઠ આશરે ચાર ડોલર જેટલા ઉછળ્યા હતા. ક્રૂડના વિવિધ ઉત્પાદક દેશોએ આ પૂર્વે ઉત્પાદનમાં ઘટાડો કર્યા પછી હવે આ દેશો ઉત્પાદન વધારશે એવી શક્યતા બતાવાતી થઈ હતી અને આ પ્રશ્ને ક્રૂડના ઉત્પાદક દેશોની વૈશ્વિક મિટિંગ ગુરૂવારે બોલાવવામાં આવી હતી.
દરમિયાન ભારતે સાઉદી અરેબિયા સહિતના ઓપેક દેશોને ક્રૂડનું ઉત્પાદન વધારવાની અપીલ કરી હતી. પેટ્રોલિયમ મંત્રીએ ઓપેક દેશોના સંગઠનની બેઠક પહેલાં અપીલ કરી હતી. જો ઉત્પાદન વધે તો ભાવમાં ઘટાડો થઈ શકે એવી આશાએ સરકારે અપીલ કરી હતી, પરંતુ સાઉદી અરેબિયાએ જવાબ આપ્યો હતો કે ગયા વર્ષે જે ક્રૂડ સસ્તામાં ખરીદ્યું હતું એ સ્ટોકમાં પડયું છે તો પણ કેમ એમાંથી વેચતા નથી?
જોકે મળતા સમાચાર મુજબ આ મિટિંગમાં ક્રૂડના ઉત્પાદક દેશોએ ઉત્પાદનમાં વૃધ્ધિ કરવાના બદલે ઉત્પાદનમાં અગાઉ જે ઘટાડો થયો છે એ જ સપાટીએ ઉત્પાદન જાળવી રાખવાનો નિર્ણય કરતાં વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ ઉછળી બેરલના 68 ડોલરની ઉપર જતા રહ્યા હતા.
વિશ્વબજાર ઉછળતાં ઘરઆંગણે ક્રૂડતેલની ઈમ્પોર્ટ કોસ્ટ- આયાત પડતર ઉચી ગઈ છે. અધુરામાં પુરૂં આજે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ પણ ઉછળી ફરી રૂ.73ની ઉપર જતા રહ્યા હતા. આના પગલે દેશમાં આયાત થતા ક્રૂડતેલની ઈમ્પોર્ટ કોસ્ટ વધી છે એ જોતાં હવે એકસાઈઝ ઘટશે તો પણ જનતાને કેટલી રાહત થશે એ વિશે વેપાર- ઉદ્યોગ ક્ષેત્રે મતમતાંતરો દેખાયા થયા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31