GSTV
Gujarat Government Advertisement

સન્માન/ ભારતનો મહાન ખેલાડી બની શકે છે રિષભ પંત, ગાંગુલી અને રોહિત શર્માએ કર્યા ભરપૂર વખાણ

Last Updated on March 6, 2021 by

રિષભ પંતે સદી ફટકારીને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું તે અંગે રોહિત શર્માએ વર્ચ્યુઅલ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, પંતે આ ઇનિંગ્સ દ્વારા દર્શાવ્યું છે કે તે જરુર પડે ત્યારે ડિફેન્સ પણ કરી શકે છે અને સેટ થયા પછી આક્રમક અભિગમ પણ દાખવી શકે છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પંત પોતે જે રીતે આઉટ થયો છે તેની વારંવાર ટીકા થઈ ચૂકી છે. તેણે ચોથી ટેસ્ટમાં ભારતને મજબૂત સ્થિતિમાં મૂક્યું છે. રોહિત શર્માએ જણાવ્યું હતું કે પંતની બેટિંગની આગવી શૈલી છે. તે રમતને પોતાને આગવી રીતે જુએ છે. તેનામાં વિકેટકીપર બેટ્સમેન તરીકે ધોની કરતાં પણ આગળ જવાની ક્ષમતા પડેલી છે.

પંત જબરજસ્ત હિંમત અને પ્રતિભાવાળો ખેલાડી છે અને તે ટીમ મેનેજમેન્ટની ક્ષમતા પર અને અપેક્ષા પર ખરો ઉતરે છે ત્યાં સુધી તેની રમવાની શૈલી સામે કોઈને પણ વાંધો નથી. છેવટે તે ભારતીય ક્રિકેટ ટીમ માટે જ સારું પર્ફોર્મ કરે છે.

તેણે વિનંતી કરી હતી કે પંતને પ્રસંગોપાત નિષ્ફળતાને પેકેજમાં રજૂ કરવામાં ન આવે. પંત જેવા ખેલાડીના કૌશલ્યને કેપ્ટન અને કોચના સમર્થનની જરૃર પડે છે. આ પ્રકારનું સમર્થન હોય ત્યારે જ તે સંપૂર્ણ વિશ્વસનીયતાથી રમી શકે છે. તેને કયા પ્રકારનો અભિગમ કયા પ્રકારની પરિસ્થિતિમાં અપનાવવો જોઈએ તે જણાવવામાં આવે છે, પણ આ બાબતને તે મેચની સ્થિતિ મુજબ લાગુ કરે છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે જો પંત તેની ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરે તો ફક્ત ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ જ નહી પણ ભારતનો મહાન ખેલાડી બની શકે છે. તે ભારતને આવા કેટલાય વિજય અપાવી શકે છે. તેણે પહેલી ટેસ્ટનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે પંત જો ઇંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટમાં પણ ધીરજસભર રમ્યો હોત અને ૯૧ રને આઉટ થવાના બદલે થોડી ધીરજ રાખી હોત તો પહેલી ટેસ્ટ ભારત હાર્યુ ન હોત.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો