Last Updated on March 2, 2021 by
હેલ્પએજ ઈન્ડિયા અને યૂનાઈટેડ નેશન પોપ્યુલેશન ફંડના એક સર્વે અનુસાર, ભારતની આબાદીના 12.5 % ભાગીદારી 60 વર્ષથી વધુ ઉંમરની હશે. 2050 સુધી આ આબાદી વધી આપણી કુલ આબાદી 20 % થઈ જશે પરંતુ એ પણ સાચુ છે કે ભારતમાં સોશ્યલ સિક્યોરિટી સિસ્ટમ નબળી છે અને મોંઘવારી પણ સતત વધી રહી છે. એવામાં રિટાયરમેન્ટ પ્લાનિંગ ખુબ જરૂરી છે. 60 વર્ષની ઉંમર બાદ જીંદગી કેવી હશે તેના પર તમારે વિચારવું પડે.
જેટલું જલ્દી શરુ કરો એટલુ સારુ
રિટાયરમેન્ટ માટે ફંડ બનાવવું જેટલું જલ્દી શરૂ કરો એટલુ સારું છે. કારણ કે ફરી તમારા પૈસા વધુ સમય સુધી રિટર્નની કમાણી કરશે. 40 વર્ષની તુલનામાં 30 વર્ષની ઉંમરમાં રિટાયરમેન્ટ પ્લાન શરૂ કરનાર શખ્સ વધુ ફંડ એકત્રીત કરી શકશે. પરંતુ એ ધ્યાન રાખવું પડશે કે રોકાણ એવું હોય જે મોંઘવારી દરથી વધુ રિટર્ન આપી શકે.
NPS અને PPF વધુ સારો વિકલ્પ હોય શકે છે. કારણ કે બંને સુરક્ષિત રોકાણ છે. PPF પર ટેક્સ છૂટ પણ મળે છે. PPF અને NPS રિટર્નની બાબતે વધુ સારું છે. એટલા માટે રિટાયરમેન્ટ બાદ એક સારુ ફંડ બનાવવા માટે આ બંને ઈસ્ટ્રૂમેન્ટ પર ભરોસો કરવો જોઈએ.
EPF સાથે VPF
વધુ સારા રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે EPF સાથે VPFનો પણ સહારો લેવો જોઈએ. એટલે કે તમારે EPFની અનિવાર્ય કપાત સાથે પોતાની મરજીથી PFમાં વધુ યોગદાન કરવું જોઈએ. PF સૌથી વધુ વ્યાજ આપનારી સ્કિમ છે. જો કે, અઢી લાખથી વધુ યોગદાનના વ્યાજ પર હવે ટેક્સનું પ્રાવધાન કરવામાં આવ્યો છે. તો પણ તમે અઢી લાખ સુધી તેમાં જમા કરી શકો છો.
આ ઉપરાંત તમે મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણનો સહારો લઈ શકો છો. તેમાં લાંબા સમય સુધી અનુશાસિત રોકાણ તમારા રિટાયરમેન્ટની આર્થિક જીંદગીને ઘણી સરળ બનાવી દેશે. ગોલ્ડમાં પણ રોકાણ કરી શકે છે. પરંતુ સારુ રહેશે કે ફિઝિકલ ગોલ્ડની જગ્યાએ ETF અથવા ગોલ્ડ ફંડમાં રોકાણ કરો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31