GSTV
Gujarat Government Advertisement

જનતાને લાગ્યો મોટો ફટકો: ફેબ્રુઆરીમાં મોંઘવારી વધી, ત્રણ મહિનાનો રેકોર્ડ તૂટ્યો, આ વસ્તુઓ થઈ ગઈ મોંઘી

Last Updated on March 12, 2021 by

ફેબ્રુઆરી મહિનામાં આમ આદમીને મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં જોઈએ તો, ફેબ્રુઆરીમાં છૂટક ફુગાવો 5.03 ટકા પર પહોંચી ગઈ છે. ખાવા-પીવાની વસ્તુઓ અને ઈંધણની મોંઘવારીમાં સૌથી મોટો વધારો જોવા મળી છે. આ અગાઉ જાન્યુઆરી મહિનામાં રિટેલ મોંઘવારી 4.06 ટકા રહી હતી, જે ઓક્ટોબર 2020 બાદ સૌથી નિચલા સ્તરે રહ્યો હતો. તો વળી જાન્યુઆરીમાં ઈંડસ્ટ્રિયલ પ્રોડક્શનમાં 1.6 ટકાનો ઘટાડો થયો હતો.

રિટેલ મોંઘવારી

ફેબ્રુઆરી મહિનામાં શાકભાજીમાં રિટેલ મોંઘવારી -6.25 ટકા પર રહી છે, જે જાન્યુઆરીમાં -15.84 ટકા પર રહી હતી. ફેબ્રુઆરીમાં ફ્યૂલ અને લાઈટની મોંઘવારી દર જાન્યુઆરીમાં 3.87 ટકાથી ઘટીને 3.53 ટકા પર રહી હતી. તો વળી હાઉસિંગની રિટેલ મોંઘવારી જાન્યુઆરીમાં 3.25 ટકાના મામૂલ ઘટાડા સાથે 3.23 ટકા રહી હતી. ફેબ્રુઆરીમાં કપડા અને જૂતાની મોંઘવારી ટકીને ફેબ્રુઆરીમાં 3.82 ટકાથી ઘટીને 4.21 ટકા રહી છે. તો વળી દાળના ભાવમાં જાન્યુઆરીમાં 13.39 ટકાથી ઘટીને ફેબ્રુઆરીમાં 12.54 ટકા પર આવી ગયા છે. ફેબ્રુઆરીમાં કોર સીપીઆઈ જાન્યુઆરીના 5.7 ટકાથી વધીને 5.8 ટકા પર આવી ગઈ છે.

જાન્યુઆરીમાં ઈંડસ્ટ્રિયલ પ્રોડક્શનમાં 1.6 ટકાનો ઘટાડો

તો વળી ભારતમાં ઈંડસ્ટ્રિયલ પ્રોડક્શનમાં જાન્યુઆરીમાં 1.6 ટકાનો ઘટાડો આવ્યો છે. શુક્રવારે જાહેર કરાયેલા ઈંડેક્સ ઓફ ઈંડસ્ટ્રિયલ પ્રોડક્શનના આંકડા મુજબ, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું ઉત્પાદન જાન્યુઆરી 2021માં 2 ટકા ઘટ્યુ છે. તો વળી ખનન ઉત્પાદન આ મહિને 3.7 ટકા ઓછુ થયુ છે. જ્યારે વિજળી ઉત્પાદનમાં 5.5 ટકાનો વધારો થયો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો