Last Updated on February 27, 2021 by
ટૂંક સમયમાં ફલેક્સિબલ ઇન્ફલેશન ટાર્ગેટ(એફઆઇટી)ની સમીક્ષા થવાની છે ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે ફુગાવાનો ચાર ટકાનો વર્તમાન લક્ષ્યાંક આગામી પાંચ વર્ષ માટે પણ યોગ્ય છે. ઉલ્લેખનીય છે કે દેશમાં 2016થી એફઆઇટી ફ્રેમવર્કનો અમલ કરવામાં આવી રહ્યો છે. ફુગાવાનો આગામી લક્ષ્યાંક 31 માર્ચ, 2021 પહેલા નક્કી કરવો પડશે.
આ અગાઉ 2016માં લક્ષ્યાંક નક્કી કરાયો હતો
આરબીઆઇએ નાણાકીય વર્ષ 2020-21 માટેના રિપોર્ટ ઓન કરન્સી એન્ડ ફાઇનાન્સ(આરસીએફ)માં જણાવ્યું છે કે હાલમાં અમલી ફુગાવાનો લક્ષ્યાંક કરવાની હાલની ન્યૂમેરિકલ ફ્રેમવર્ક યોગ્ય છે. આ ફ્રેમવર્ક હેઠળ નક્કી કરાયેલ ફુગાવાનો ચાર ટકાનો લક્ષ્યાંક આગામી પાંચ વર્ષ માટે પણ યોગ્ય છે.
આરબીઆઇએ જણાવ્યું છે કે આ અહેવાલ ઓક્ટોબર, 2016 થી માર્ચ, 2020 સુધીના આંકડાઓને આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ અહેવાલ કોરોનાના સમયગાળાના આંકડાઓને સામેલ કરવામાં આવ્યા નથી.
એફઆઇટી લાગુ કરવામાં આવ્યા પછી મોટા ભાગના સમયમાં ફુગાવો 4.3 ટકા રહ્યો
આરબીઆઇએ વધુમાં જણાવ્યું છે કે એફઆઇટી લાગુ કરવામાં આવ્યા પછી મોટા ભાગના સમયમાં ફુગાવો 3.8 ટકાથી લઇને 4.3 ટકા રહ્યો હોવાથી આગામી પાંચ વર્ષ માટે ફુગાવાનો લક્ષ્યાંક ચાર ટકા યોગ્ય છે.
આ અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ફુગાવો મહત્તમ વધીને 6 ટકા થાય ત્યાં સુધી સ્વીકાર્ય રહેશે. બીજી તરફ બે ટકાથી ઓછો ફુગાવો પણ સ્વીકાર્ય નથી કારણકે તેનાથી વિકાસમાં અવરોધ ઉભો થશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31