GSTV
Gujarat Government Advertisement

મની લોન્ડ્રિંગ કેસમાં રોબર્ટ વાડ્રાને રાહત : આ તારીખ સુધી તેમની અને માતાની નહીં થઈ શકે ધરપકડ, ઈડીને લાગ્યો ઝટકો

Last Updated on March 15, 2021 by

રાજસ્થાન હાઈકોર્ટે સોમવારે બીકાનેરના જમીન કૌભાંડ મામલે એક કથિત મની લોન્ડ્રિંગ કેસમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રૉબર્ટ વાડ્રાની ધરપકડ પર સ્ટેને 5 એપ્રિલ સુધી આગળ વધારી દીધું છે. ઈડી દ્વારા કરવામાં આવેલી એક અરજીમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં ઈડીએ વાડ્રાની ધરપકડ કરી પૂછપરછની માંગ કરી હતી.

raj babbar robert vadra

વાડ્રા અને તેમની માતાની ધરપકડ પર પણ અંતિમ સુનાવણી સુધી રાહત આપવામાં આવી

હાઈકોર્ટે આ મામલે અંતિમ સુનાવણી માટે 5 એપ્રિલની તારીખ આપી છે. આ સાથે જ વાડ્રા અને તેમની માતાની ધરપકડ પર પણ અંતિમ સુનાવણી સુધી રાહત આપવામાં આવી છે. ઈડીએ બીકાનેર જમીન કૌભાંડ મામલે એફઆઈઆર નોંધી હતી. જે હેઠળ 275 વીઘા જમીન ખરીદવાના કેસની તપાસ કરવામાં આવી રહી છે.

2016માં કેન્દ્રીય એજન્સીએ મની લોન્ડ્રિંગનો ક્રિમિનલ કેસ નોંધ્યો હતો

કેન્દ્રીય એજન્સીએ 2016માં રાજ્ય પોલીસની ફરિયાદના આધાર પર મની લોન્ડ્રિંગનો ક્રિમિનલ કેસ નોંધ્યો હતો. 21 જાન્યુઆરી 2019માં કોર્ટે સ્કાઈ લાઈટ હોસ્પિટાલિટીના એક પાર્ટનર રોબર્ટ વાડ્રા અને તેમની માતા મોરીન વાડ્રાને પૂછપરછ માટે ઈડી સામે રજૂ થવાનો આદેશ કર્યો હતો.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો