GSTV
Gujarat Government Advertisement

રેકોર્ડ/ દેશમાં એક જ દિવસમાં આટલા લાખ લોકોને અપાઇ કોરોના વેક્સીન, 103 વર્ષના વૃદ્ધે પણ લીધી રસી

કોરોના

Last Updated on March 10, 2021 by

દેશભરમાં કોરોનાના નવા 15,388 કેસો સામે આવ્યા છે. જ્યારે વધુ 77 લોકોના મોત નિપજ્યા છે. જે સાથે જ કોરોનાના કુલ કેસોનો આંકડો 1,12,44,786એ પહોંચ્યો છે. જે સાથે જ સાજા થયેલાની સંખ્યા હવે 1,08,99,394એ પહોચી ગઇ છે. દેશભરમાં અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુ પામેલાની સંખ્યા 1,57,930નો આંકડો પાર કરી ગઇ છે.

એક દિવસમાં રેકોર્ડ 20 લાખને કોરોનાની રસી અપાઇ, કુલ આંકડો 2.3 કરોડને પાર

બીજી તરફ દેશભરમાં આઠ માર્ચના રોજ એક જ દિવસમાં 20 લાખ લાભાર્થીઓને રસી આપવામા આવી હતી, જે અત્યાર સુધીના દૈનિક રસીના ડોઝ આપવામાં સૌથી ટોચના સૃથાને છે. દરમિયાન અત્યાર સુધીમાં દેશભરમાં કુલ 2.3 કરોડ લાભાર્થીઓને કોરોનાની રસી આપવામાં આવી છે.

આઠમી માર્ચે રસીકરણનો 52મો દિવસ હતો, જે દિવસે કુલ 20,19723 ડોઝ રસીના આપવામાં આવ્યા હતા. એક તરફ રસી લીધેલા કેટલાક લોકોના પણ શંકાસ્પદ સિૃથતિમાં મોત નિપજી રહ્યાના અહેવાલો સામે આવી રહ્યા છે ત્યારે કેટલાક એવા વૃદ્ધો પણ છે કે જેઓ રસી લીધા બાદ પણ સંપૂર્ણ તંદુરસ્ત જોવા મળી રહ્યા છે.

કોરોના

ઉત્તર પ્રદેશના 103 વર્ષના વૃદ્ધે કોરોનાની રસી લીધી

જેમ કે નોઇડાના એક 103 વર્ષના વૃદ્ધે કોરોનાની રસીનો ડોઝ લીધો હતો, અને તેઓનું સ્વાસ્થ્ય એકદમ બરાબર હોવાનું ડોક્ટરોએ કહ્યું છે. ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધા નગરના રહેવાસી 103 વર્ષીય મહાબીર પ્રસાદ મહેશ્વરી કોરોના રસી લેનારા પોતાના જિલ્લાના નાગરિકોમાં સૌથી વૃદ્ધ નાગરિક બન્યા છે.

બીજી તરફ કોરોના મહામારીને ધ્યાનમા રાખીને ચૂંટણી રાજ્યોમાં રાજકીય પક્ષોને સરકારી ટીવી ચેનલ દુરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો પર બ્રોડકાસ્ટિંગ અને ટેલિકાસ્ટિંગનો સમયગાળો મળતો હતો તેને વધારીને બેગણો કરી દેવામાં આવ્યો છે.

દરમિયાન હાલ ડોમેસ્ટ્રિટ ફ્લાઇટ્સમાં મુસાફરો દ્વારા માસ્ક ન પહેરવા અને કોરોના ગાઇડલાઇનનું પાલન ન થતું હોવાના રિપોર્ટ સામે આવતા દિલ્હી હાઇકોર્ટે તેની સુઓમોટો દ્વારા નોંધ લીધી છે અને ડીજીસીએ તેમજ એરલાઇન્સને ગાઇડલાઇન્સ જારી કરી તેનું પાલન કરાવવાના આદેશ આપ્યા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો