GSTV
Gujarat Government Advertisement

શું તમને પણ મચ્છર વધુ કરડે છે? આ 5 કારણો છે જવાબદાર, જાણી લો ડંખથી બચવાની રીત

મચ્છર

Last Updated on March 16, 2021 by

મોસમનો મિજાજ બદલાતા જ મચ્છરોએ ફરી એકવાર પોતાના ઝેરી ડંખ સાથે દસ્તક આપી છે. શું તમે ક્યારેય વિચાર્યુ છે કે મચ્છરોના અણીદાર ડંખ કેટલાક ખાસ લોકોનું લોહી જ શા માટે પીવે છે? જેમ કે બે મિત્ર પાર્કમાં એક સાથે ફરવા જાય છે. એકના શરીરની આસપાસ મચ્છર ફરકતા પણ નથી જ્યારે બીજો વ્યક્તિ શરીર પર આશરે 15 નિશાન લઇને પરત ફરે છે. તેની પાછળનું કારણ શું છે? શા કારણે કેટલાંક ખાસ લોકોને જ મચ્છર ટાર્ગેટ કરે છે? ચાલો તમને આ વિશે વિગતે જણાવીએ…

મચ્છરો

મેટાબૉલિક રેટ

તમારુ મેટાબૉલિક એક જટિલ વિષય છે. પરંતુ તે તમારા શરીર દ્વારા છોડવામાં આવેલા કાર્બન ડાયોક્સાઇડ પર આધારિત છે. કાર્બન ડાયોક્સાઇડની ગંધ પણ મચ્છરોને ઝડપથી માનવી તરફ આકર્ષિત કરે છે.

માદા મચ્છર પોતાના ‘સેંસિગ ઓર્ગન્સ’થી કાર્બન ડાયોક્સાઇડ ગંધ ઓળખી લે છે. એક અભ્યાસ અનુસાર, ગર્ભવતી મહિલાઓ સામાન્ય માનવીની તુલનામાં 20 ટકા વધુ કાર્બન ડાયોક્સાઇડ રીલીઝ કરે છે. આ જ કારણ છે કે મચ્છર તેમને વધુ કરડે છે.

મચ્છર

સ્કિન બેક્ટેરિયા

શું તમે જાણો છો કો તમારી સ્કિનમાં અનેક પ્રકારના બેક્ટેરિયા છુપાયેલા હોય છે. વાસ્તવમાં આ એટલી ખરાબ વાત નથી પરંતુ આ મચ્છરો તમારી પાસે આવવાનું નિમંત્રણ આપી શકે છે. એક તાજેતરના સ્ટડીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મચ્છરોને કેટલાંક ખાસ પ્રકારના બેક્ટેરિયા વાળા વ્યક્તિ વધુ પસંદ આલે છે. જે લોકોની ત્વચામાં અનેક પ્રકારના બેક્ટેરિયા હોય છે, તેમના પર મચ્છરોના હુમલાની સંભાવના ઓછી હોય છે.

બ્લડ ટાઇપ

તમે ઘણીવાર તમારા દાદીમાને તમારા મીઠા લોહી વિશે વાત કરતાં સાંભળ્યા હશે. તેમની વાત સાચી હોઇ શકે છે. પુરાવા જણાવે છે કે ‘ઓ’ બ્લડ ગ્રુપના લોકો તરફ મચ્છર સામાન્ય લોકોની તુલનામાં વધુ આકર્ષિત થાય છે. બીજા નંબરે વારો આવે છે ‘એ’ બ્લડ ગ્રુપના લોકોનો. આ બંને જ બ્લડ ગ્રુપ મચ્છરો માટે કોઇ ચુંબક જેવુ કામ કરે છે.

મચ્છર

હળવા રંગના કપડા

મચ્છર કોઇ ગ્રાઉન્ડની આસપાસ પેદા થાય છે. તમારા સુધી પહોંચવા માટે તે ગંધ અને દ્રષ્ટિના સંયોજનનો ઉપયોગ કરે છે. તેથી તેનાથી બચવા માટે શક્ય હોય તો હળવા રંગના કપડા પહેરીને જ બહાર નીકળો.

સ્નાન કરો

મચ્છરોને તમારા શરીરનો પરસેવો અને લેક્ટિક એસિડ ખૂબ જ પસંદ હોય છે. તેથી ત્યારે પણ તમે એક્સરસાઇઝ કરવા માટે બહાર જાઓ તો આવ્યા બાદ તરત જ સ્નાન કરી લો. સાથે જ વર્કઆઉટ શરૂ કરતા પહેલા તમારી આસપાસ કીટ નિવારકનો ઉપયોગ કરો.

બીયર પીવાથી બચો

એક સ્ટડી અનુસાર, મચ્છરોને બીયર પીનારા લોકોનું લોહી ખૂબ જ પસંદ હોય છે. તેથી બીયર પીવાનું ટાળો અથવા પાર્ટીમાં પંખાની વ્યવસ્થા કરો. મચ્છર હવાના તેજ વહેણમાં ઉડાન ભરી નથી શકતાં. તેથી હવા પાર્ટી અને મચ્છરો વચ્ચે એક બેરિયરનું કામ કરે છે.

કીટનાશક

તમામ ઘરોમાં અલગ અલગ પ્રકારના કીટનાશક હોય છે. કેટલાંક કીટનાશક મચ્છરોને તમારા ઘરમાંથી ભગાડવામાં સફળ થઇ શકે છે પરંતુ તમારા પાડોશી અને મિત્રના ઘરમાં બેઅસર થઇ શકે છે. તેથી એક્સપર્ટ હંમેશા 15 ટકા DEET સાથે આવનારા કીટનાશકોનો પ્રયોગ કરવાની સલાહ આપે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો