GSTV
Gujarat Government Advertisement

કોરોના વેક્સિનની સાઈડ ઈફેક્ટ મહિલાઓમાં થવાની આશંકા કેમ વધુ? અભ્યાસમાં થયો આ મોટો ખુલાસો

Last Updated on March 13, 2021 by

કોરોનાવાયરસથી બચવા માટે વિશ્વભરમાં રસીકરણ ચાલુ છે. ભારતમાં રસીકરણનો બીજો રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે. ફ્રન્ટલાઈન વર્કર્સને રસી આપવામાં આવ્યા બાદ હવે સામાન્ય લોકોને રસી અપાઈ રહી છે. કોરોનાની આ વેક્સિન તમને ગંભીર ચેપથી બચાવે છે પરંતુ તેની કેટલીક આડઅસર પણ છે. કેટલાક લોકોમાં, ખૂબ જ હળવી આડઅસરો જોવા મળે છે અને કેટલાક લોકોમાં ફલૂ ઇન્ફેક્શન જેવી ગંભીર આડઅસર થાય છે. રસી વિશે દરરોજ નવા નવા સંશોધનો બહાર આવી રહ્યું છે. નવા સંશોધનો મુજબ વેક્સિનની આડઅસર પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ જોવા મળી રહી છે.

કોરોના રસીની આડઅસરો શું છે?

કંપન અનુભવવું, અતિશય પરસેવો, હળવો તાવ અથવા ફ્લૂ જેવા લક્ષણો એ કોરોના રસીની સામાન્ય આડઅસર છે. ડોકટરોના જણાવ્યા મુજબ, લોકોએ રસી લીધા પછી પણ થોડા દિવસો માટે આરામ કરવો જોઈએ, જેથી તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ શકે. આ સિવાય, કેટલાક પરિબળો એવા છે જે વ્યક્તિમાં રસીની આડઅસર થવાની શક્યતામાં વધારો કરી શકે છે અને આમાં મહિલા હોવું તે પણ એક પરિબળ છે. એક તરફ જ્યાં મહિલાઓમાં કોવિડ 19ની ગંભીર બીમારીનું જોખમ ઓછું છે ત્યાં વેક્સિનના પ્રતિ તેમની સંવેદનશીલતા વધારે છે.
સ્ત્રીઓમાં આડઅસરોના વધુ કેસો જોવા મળ્યા

પુરુષોની તુલનામાં 79.1 ટકા મહિલાઓમાં કોરોના રસીની આડઅસર જોવા મળી

અમેરિકાના રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર (સીડીસી) એ શરૂઆતમાં વિવિધ વયના લોકો જે 1 કરોડ 37 લાખ કોવિડ વેક્સિન આપવામાં આવી તેમની તપાસ કરી. જ્યારે આડઅસરોની વાત કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે પુરુષોની તુલનામાં 79.1 ટકા મહિલાઓમાં કોરોના રસીની આડઅસર જોવા મળી હતી. સીડીસીના એક અભ્યાસ મુજબ, ફાઈઝર રસી લેનારી લગભગ 44 ટકા સ્ત્રીઓમાં ખૂબજ ગંભીર અને જીવલેણ એલર્જીક રીએક્શન જોવા મળ્યું. જેને એનેફિલેક્ટિક અર્થાત તીવ્રગ્રાહિતાના રૂપમાં ઓળખવામાં આવે છે.

આ કારણોસર સ્ત્રીઓમાં આડઅસરોના વધુ કેસો

અમેરિકન સ્વાસ્થ્ય વેબસાઇટ હેલ્થલાઈન ડોટ કોમના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, મહિલાઓ સામાન્ય રીતે રસી પ્રત્યે પ્રતિક્રિયા જોવા મળી છે કારણ કે જ્યારે રસી શરીરમાં પહોંચે છે અને તે પોતાનું કાર્ય કરવાનું શરૂ કરે છે ત્યારે સ્ત્રીઓમાં રોગપ્રતિકારક શક્તિ વધુ તીવ્ર અને ઝડપી પ્રક્રિયા આપે છે. ટેક્સાસ બાયોમેડિકલ રિસર્ચના ડો. લેરીનું માનવું છે કે માત્ર કોરોના રસી જ નહીં, પરંતુ ઘણી રસીમાં મહિલાઓનું શરીરમાં મજબૂત પ્રતિક્રિયા જોવા મળી છે. તેની પાછળ વાસ્તવમાં મોટું વિજ્ઞાન છે. કેટલાક અભ્યાસમાં આ વાત સામે આવી છે કે પુરુષોની તુલનામાં મહિલાઓના શરીરમાં વેક્સિન લગાવ્યા બાદ ઈંન્ફેક્શનથી લડનારી વધુ એન્ટિબોડીનું નિર્માણ થાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો