Last Updated on February 27, 2021 by
વિશ્વભરમાં બોનસાઇ ટ્રી પ્રત્યે લોકોની ઉત્સુકતા વધી છે. આ એક જાપાની આર્ટ છે જેમાંથી એક નાનકડા કન્ટેનર અથવા પોટમાં આ પ્રકારના ટ્રીને સાચવવામાં આવે છે. તેની ખાસિયત એ હોય છે કે આ વૃક્ષ તમારી સાથે ક્યાંય પણ જઇ શકે છે અને જીવનભર તમારી સાથે રહી શકે છે. જાપાની કળામાં તેને બ્યૂટી અને વિઝ્ડમનું પ્રતીક માનવામાં આવે છે. એવામાં જો તમે પણ પોતાની આસપાસ કોઇ પૉઝિટિવ વસ્તુઓને હંમેશા માટે રાખવા ઇચ્છો છો તો બોનસાઇ વૃક્ષ તેમાં તમારી મદદ કરશે. કેટલીય ખાસિયતોથી ભરપૂર આ વૃક્ષને તમે સજાવટ સ્વરૂપે પણ પોતાની પાસે રાખી શકો છો અને એક હમસફર તરીકે પણ રાખી શકો છો. આ ઉપરાંત તેની દેખરેખ કરવી પણ ખૂબ જ મુશ્કેલીઓ ભર્યુ નથી હોતું. તેને માત્ર થોડીક સૂરજની રોશની અને થોડુક પાણી આપવાની જરૂર હોય છે. જાણો, ઘરમાં બોનસાઇ ટ્રી કેમ રાખવું જોઇએ.
તણાવ ઓછો કરે છે
ઘરમાં જો તમે બોનસાઇ વૃક્ષો રાખો છો તો આ ઘરમાં સકારાત્મક એનર્જી ફેલાવે છે જેનાથી તમારું સ્ટ્રેસ ઓછુ થાય છે. આ તમારા જીવનમાં શાંતિ લાવે છે. જો તમને નાની-નાની વાત પર ગુસ્સો આવે છે તો તમારે આ બોનસાઇ વૃક્ષને પોતાના ઘરે ચોક્ક્સપણે લાવવું જોઇએ કારણ કે આ તમને માનસિક રીતે રિલેક્સડ પણ રાખે છે.
ઘરને રાખે છે પ્રદૂષણ મુક્ત
બોનસાઇનું વૃક્ષ પોતાની આસપાસના કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે અને ઑક્સીજન આપે છે જેના કારણે ઘરની હવા સ્વચ્છ રહે છે અને ઘરનું ટૉક્સિન બહાર રહે છે. આજના સમયમાં આપણે જે હવામાં શ્વાસ લઇ રહ્યા છીએ તે ઘણી હાનિકારક છે અને લંગ્સને ખરાબ રીતે અસર કરે છે. એવામાં બોનસાઇ નેચરલ પ્યૂરિફાયરની જેમ કામ કરે છે અને સ્વચ્છ હવા પ્રદાન કરે છે.
બીમારીઓ દૂર રહેશે
ઘરે જો બોનસાઇ વૃક્ષ છે તો ખાંસી, શરદી જેવી બીમારીઓ તમારાથી દૂર રહે છે. આ ઉપરાંત તમે કેટલાય પ્રકારની એલર્જીથી પણ દૂર રહેશે. ઑક્સીજન મળવાના કારણે શ્વાસ સંબંધિત કેટલીય બીમારીઓથી તમે બચી શકશો.
દેખભાળ કરવી સરળ છે
બોનસાઇ વૃક્ષની દેખરેખ કરવી ખૂબ જ સરળ હોય છે. તેના માટે તમારે ક્યારેક ક્યારેક તડકો, પાણી અને સમય-સમય પર ટ્રિમિંગ અને ખાતર નાંખવાની જરૂર પડે છે. જો તમે તેનું આટલું ધ્યાન રાખો છો તો તે ખૂબ જ સુંદરતાની સાથે મોટું થશે. નાના આકારનું હોવાને કારણે તમે તેને પોતાના ડાયનિંગ રૂમથી લઇને બાલકનીમાં રાખી શકો છો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31