Last Updated on February 25, 2021 by
પોતાનું ઘરનું ઘર ખરીદવું એ દરેકનું સપનું હોય છે. તેમજ ઘર ખરીદવાનો આ નિર્ણય જીંદગીનો મોટો નિર્ણય હોય છે. આ એવો નિર્ણય છે જે ઉતાવળે લઈ શકાય નહીં. ત્યારે તમે જ્યારે પણ ઘર ખરીદવાનો પ્લાન બનાવો તો તમારે પોતાની જાતને અમૂક પ્રશ્નો પૂછવા જોઈએ. આજે અમે તમને જણાવીએ કે એ ક્યા પ્રશ્નો છે તેના પર તમારે વિચાર કરવો જોઈએ.
EMI
EMI ઘરની આવકના 40 %થી વધુ હોવી જોઈએ નહીં. આ સાથે જ તમારે બીજી કોઈ લોન હોવી જોઈએ નહીં. EMI જો કુલ આવકના 50 %થી વધુ હોય તો અન્ય લક્ષ્યો સાથે સમજૂતી કરવી પડશે.
અન્ય ખર્ચ
ઘર સાથે એવા અનેક ખર્ચ જોડાયેલા છે જેનો અંદાજ તમને પહેલા નહીં હોય. જાહેરાતમાં દેખાડવામાં આવેલ કિંમત માત્ર બેસ પ્રાઈસ હોય છે. બિલ્ડર આવી સુવિધાઓ માટે પૈસા લઈ શકે છે જેને તમે ફ્રી માનીને ચાલી રહ્યા છો. કાયદામાં લખ્યા વાંચ્યા પ્રમાણે ફી જોડાયેલ હોય છે. સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ચાર્જ અન્ય ખર્ચ છે.
પોતાનું મકાન અથવા ભાડાનું મકાન ?
આ વાત પર વિચારવું જોઈએ કે તમારા માટે ભાડાનું મકાન સારું રહેશે કે તમારું મકાન. આ વિશ્લેષણ કરવું જોઈએ. તેમાંથી તમારા માટે ક્યો વિકલ્પ સારો રહેશે. શહેરોમાં પ્રોપર્ટી વધુ મોંધી અથવા ભાડાના મકાનમાં રહેવો સારો વિકલ્પ છે.
શું લોનના વ્યાજના મુકાબલે પ્રોપર્ટીની વેલ્યૂ વધશે ?
જો તમે લોન દ્વારા રોકાણ તરીકે પ્રોપર્ટી ખરીદી રહ્યા હોય તો એ વાતની સમીક્ષા કરો કે શું લોનના વ્યાજના મુકાબલે પ્રોપર્ટીનો ભાવ જડપથી વધશે.
ઘરમાં કેટલા વર્ષ રહેવાનું છે ?
ઘર ખરીદતા સમયે આ પ્રશ્ન પોતાને જરૂર પૂછો કે આ ઘરમાં તમે કેટલા વર્ષ રહી શકો છો. માની લ્યો કે તમે કરિયરની શરૂઆતમાં જ ઘર ખરીદી લ્યો છો તો થોડા સમય બાદ તમને બીજી જગ્યાએ નોકરી માટે જવું પડે. એટલા માટે તમે ત્યારે જ મકાન ખરીદો જ્યારે એ નક્કી થઈ જાય કે આ જગ્યાએ તમે 10-15 વર્ષ રહેશો.
ઈમરજન્સી ફંડ ?
ઘર ખરીદવાનો નિર્ણય ત્યારે જ કરો જ્યારે તમે એ વાતનો ઈન્તઝામ કરી રહ્યા હોય કે તમારા નજીકના ભવિષ્યમાં પૈસાની જરૂરત પડવાની નથી. તેના માટે તમારે એક ઈમરજનસી ફંડ બનાવી લેવું જોઈએ.
જો આવક રોકાઈ જાય તો ?
પરિસ્થિતિ હંમેશા એક જેવી રહેવાની નથી. તેના માટે ભવિષ્યના ખર્ચા અને પરિવારની જરૂરતોને કવર કરતા ઉપરાંત તમામ ઉત્કૃષ્ટ લોનના બરાબર ઈન્શ્યોરન્સ ખરીદો.
જો ઘરનું પજેશન મળવામાં મોડુ થાય તો ?
ઘરનું પજેશન આપવામાં જો બિલ્ડર મોડુ કરે તો ખરીદદારને ડબલ માર પડે છે. તેમણે ભાડા સાથે EMI પણ આપવી પડે છે. સમય પર પજેશન નહીં મળવાથી તમે હોમ લોન પર મળતા ટેક્સ બેનિફિટ પણ ગુમાવી શકો છો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31